GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ભારતમાં એક અઠવાડિયામાં 61 હજાર કેસ, ફરીથી શટડાઉન કરવાની નોબતની એક્સપર્ટને છે આશંકા

દેશમાં મોટાભાગના પ્રતિબંધો હટાવવા સાથે, કોવિડ -19 સંક્રમણના કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં દેશમાં લગભગ 61 હજાર કેસ વધી ગયા છે. આને કારણે શુક્રવારે ભારત કોરોના અસરગ્રસ્ત દેશોની યાદીમાં ઇટાલીથી આગળ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં ચિકિત્સા ક્ષેત્રના નિષ્ણાતો વિચારે છે કે જો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય, તો ફરીથી લોકડાઉન લાદવું પડી શકે છે. ભારતીય તબીબી વૈજ્ઞાનિક સંસ્થા -એઈમ્સ (AIIMS) ના વરિષ્ઠ તબીબે સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રોગચાળાને પહોંચી વળવાની વ્યૂહરચના નિષ્ણાંતોની જગ્યાએ અમલદારો દ્વારા બનાવવામાં આવી રહી છે.

પરિસ્થિતિ બેકાબુ ના થાય તે જોવું પડશે

દિલ્હીના શાલીમાર બાગ સ્થિત ફોર્ટિસ હોસ્પિટલના ફેફસાંના રોગ વિભાગના નિયામક ડો. વિકાસ મૌર્યાએ કહ્યું, જ્યારે તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે ત્યારે કેસોમાં વધારો થશે. મૂળભૂત રીતે લોકડાઉનનો ઉપયોગ મહામારીથી નિપટવા માટે તેમજ તેના પ્રકોપને રોકવાની તૈયારી માટે કરવામાં આવે છે. તેમણે કહ્યું કે જ્યારે તબક્કાવાર લોકડાઉન ખોલવામાં આવશે તો કોરોનાના મામલા વધી જશે. પરંતુ મહત્ત્વપૂર્ણ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે પરિસ્થિતિ બેકાબૂ ન થાય અને જો એવું થાય છે તો લોકડાઉન ફરીથી લગાવવું પડશે.

કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક

ફોર્ટિસ હોસ્પિટલ વસંતકુંજ લંગ ડિસીઝિસ વિભાગના નિયામક ડો. વિવેક નાંગીયાએ પણ જણાવ્યું હતું કે, કેસોમાં ઝડપથી વધારો ચિંતાજનક છે. તેમણે કહ્યું કે મોલ્સ અને મંદિરો ખોલવાની ઉતાવળ વધારે પડતી છે. કારણ કે લોકો એકઠા થવાનું શરૂ થઈ જશે અને પરિસ્થિતિ નિયંત્રણ બહાર નીકળી જશે.

સરકારની કોરોના પોલિસી બાબુ ચલાવે છે, નિષ્ણાંતોની નહીં

એઈમ્સના એક વરિષ્ઠ ડોકટરે કોવિડ -19 વૈશ્વિક મહામારીથી નીપટવા માટે સરકારની નીતિઓ અને સંદેશાવ્યવહારની વ્યૂહરચનાની નીંદા કરતા કહ્યું છે કે મહામારીથી નિપવટવા માટે રોગશાસ્ત્રીઓ અને જાહેર આરોગ્ય નિષ્ણાતોને બદલે અમલદારો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. એઈમ્સમાં ગેસ્ટ્રોએંટોરોલોજી વિભાગના વડા, ડો. અનૂપ સરાયા એ પોતાના ઈન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થ ના તંત્રીને લખેલા પત્રમાં કહ્યું છે કે વૈજ્ઞાનિકોના કોઈપણ સલાહકાર જૂથની સફળતા ‘નિખાલસતા, સ્વતંત્રતા અને વિચારની વિવિધતા પર આધારિત છે’ તેમણે લખ્યું છે કે, કમનસીબીની વાત એ છે કે વૈશ્વિક મહામારી પર સરકારની વૈજ્ઞાનિક સલાહકાર સમિતિઓના સંદર્ભમાં નિખાલસતાની આ સંસ્કૃતિ જોવા મળી નથી.સંભવત કારણ એ છે કે આ સમિતિઓમાં ફક્ત સરકારી કાર્યકરો જ સભ્ય છે.

ચાર મહત્વપૂર્ણ સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી

સુપ્રસિદ્ધ ફેફસા રોગ નિષ્ણાંત ડો.અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, લોકોએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે લોગો સ્વયં લોકડાઉનનું પાલન કરે અને આ ચાર મહત્વપૂર્ણ સિદ્ધાંતોનો અમલ કરવો જરૂરી છે . જરૂરિયાત ન હોય તો બહાર ન નીકળવું. હંમેશાં માસ્ક પહેરો, અંતર રાખવું અને હાથ ધોવાનું ચાલુ રાખવું જરૂરી છે. તેમણે કહ્યું, હાલની સ્થિતિ એવી નથી કે ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે, પરંતુ જો પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર નીકળી જાય તો આપણે શટડાઉન પર પાછા જવું પડી શકે છે. સર ગંગારામ હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંદિરો અને મોલ ખોલવાની મંજૂરી આપવી એ ઉતાવળનો નિર્ણય છે કારણ કે લોકો નિયમનો ભંગ કરશે નહીં તેની ખાતરી કરવી ખૂબ જ મુશ્કેલ હશે.

સૌથી પ્રભાવિત દેશોમાં ભારત 6ઠ્ઠા સ્થાને પહોંચ્યો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર શુક્રવારે ભારતમાં સંક્રમણના 9,851 કેસ નોંધાયા હતા જ્યારે 273 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ પછી, દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસો 2,26,770 પર પહોંચી ગયા છે, જ્યારે મૃત્યુઆંક 6,348 પર પહોંચી ગયો છે. સતત ત્રણ દિવસથી કેસ વધી રહ્યા છે. સંક્રમણના કેસોની સંખ્યાના સંદર્ભમાં ભારત હાલમાં વિશ્વનો છઠ્ઠો સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. વિશ્વના સૌથી વધુ પ્રભાવિત દેશોમાં અમેરિકા, બ્રાઝીલ, રશિયા, યુકે અને સ્પેન પછી ભારત 6ઠા નંબરે પહોંચી ગયું છે.

રાહુલે ટ્વિટર પર અન્ય દેશોમાં લોકડાઉનના ગ્રાફ કર્યા ટ્વિટ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટર પર કેટલાક આંકડા શેર કર્યા છે, જે મુજબ સ્પેન, જર્મની, ઇટાલી અને યુકે જેવા મોટાભાગના દેશોએ તેમના સંબંધિત દેશોમાં લોકડાઉન અને પ્રતિબંધ ઉઠાવી લીધો હતો જ્યારે કોવિડ -19 નો ગ્રાફ સમતળ થયો કે ઓછ થયો હતો. જ્યારે ભારતમાં કોવિડ -19 નો ગ્રાફ લોકડાઉનમાં પણ સતત વધતો રહ્યો હતો, જ્યાં 31 મેના સમાપ્ત થયેલ લોકડાઉનના ચોથા તબક્કામાં અને તે પચી સંક્રમણની સંખ્યા ઝડપથી વધી રહી છે.

READ ALSO

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!