GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

આ મહિના સુધીમાં દેશની અડધી વસ્તી હશે કોરોના સંક્રમિત, 90 ટકાને તો જાણ પણ નહી હોય

કોરોના

લોકડાઉન 4.0 સમાપ્ત થયા પછી કોરોના સંક્રમણનું ભારતમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન થવાનો ભય વ્યક્ત કરતાં નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરો સાયન્સિઝમાં ન્યૂરોવાયરોલોજીના વડા વી રવિએ કહ્યું છે કે, 31મી ડિસેમ્બર સુધીમાં ભારતમાં 50 ટકા લોકો કોવિડ પોઝિટીવ સાથે જીવતા હશે. તેમણે કહ્યું છે કે, જૂન મહિનાથી કોરોના સંક્રમણની માત્રા વધતી જશે.

અડધી વસતી કોરોનાથી પિડીત હશે

તેમણે નોંધ્યું છે કે, ડિસેમ્બરના અંત સુધીમાં અડધી વસતી કોરોનાથી પિડીત હશે, પરંતુ તે પૈકીના 90 ટકા લોકોને ખબર પણ નહીં હોય કે તેઓ કોરોના પોઝિટીવ છે. માત્ર 5 થી 10 ટકા કિસ્સા એવા હશે કે જેમને ઉચ્ચ સારવાર માટે ઓક્સિઝન કે વેન્ટીલેટરના સપોર્ટની જરૂર પડશે. આ મહામારીમાં બચવા માટે તેમણે રાજ્યોને આરોગ્ય સંભાળ લેવાની સલાહ આપી છે.

કોરોના

કોરોના બીજી બીમારીની જેમ ઘાતક નથી

દેશના રાજ્યોમાં મૃત્યુદર અંગે ટિપ્પણી કરતાં રવિએ કહ્યું હતું કે, કોરોના દર્દીમાં મૃત્યુદરનું પ્રમાણ ત્રણ થી ચાર ટકા છે, પરંતુ ગુજરાતમાં મૃત્યુદર છ ટકા છે જે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે, આવતા વર્ષ 2021ના માર્ચ મહિના સુધીમાં કોરોનાની વેક્સિન બજારમાં આવે તેવી સંભાવના છે. કોરોના સાથે જીવવાનું રહેશે તેવું કહેતાં તેમણે સ્પષ્ટતા કરી છે કે, કોરોના વાયરસ એ ઇબોલા, એમઇઆરએસ અને સાર્સ જેવો ઘાતક એટલે કે જીવલેણ નથી.

13 શહેરોમાં દેશમાં કોવિડ -19 ના 70 ટકાથી વધુ પોઝિટિવ કેસ

કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે કેન્દ્ર સરકારે દેશના 13 શહેરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું જ્યાં કેસ સૌથી વધુ છે. આ 13 શહેરોમાં દેશમાં કોવિડ -19 ના 70 ટકાથી વધુ પોઝિટિવ કેસ મળી આવ્યા છે. દેશમાં મુંબઈ, દિલ્લી, ચેન્નઈ, કલકત્તા, અમદાવાદ, પુણે, થાણે, હૈદરાબાદ, ઈન્દોર, જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર વગેરે 13 શહેરો પર ખાસ ધ્યાન આપવામાં આવશે. કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ગુરુવારે વિડીયો કોન્ફરન્સ દ્વારા આ 13 સ્થળોના મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે વાત કરી હતી. બેઠકમાં કોવિડ -19 કેસને રોકવા માટે કયા પગલા ભરવામાં આવ્યા હતા, તેની સમીક્ષા કરવામાં આવી હતી. લોકડાઉન એક્સ્ટેંશનની સંભાવના વચ્ચે સરકારના આ 13 શહેરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે બતાવે છે કે તે કોરોનાને અમુક વિસ્તારોમાં મર્યાદિત રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.

મોટેભાગે પોતાના રાજ્યોના ઈન્ડસ્ટ્રિયલ સેન્ટર અથવા મુખ્ય પોઈન્ટ

આ 13 શહેરો પર લોકડાઉનની સંભવિત 5 મા તબક્કામાં ખૂબજ ધ્યાન રાખવામાં આવશે. મોનિટરિંગ માટે કેન્દ્ર સરકારની ટીમો પણ મોકલી શકાય છે. કારણ કે મોટા ભાગના શહેરો પોત પોતાના રાજ્યોના ઈન્ડસ્ટ્રિયલ સેન્ટર અથવા મુખ્ય પોઈન્ટ છે. એવામાં તેને સંપૂર્ણ રીતે બંધ રાખવાનું શક્ય રહેશે નહીં. એટલા માટે સરકાર કન્ટેન્ટમેન્ટ ઝોનને યોગ્ય રીતે નક્કી કરવા માટે આગ્રહ કરી રહી છે જેથી અસરગ્રસ્ત ન હોય તેવા વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા મુજબ કહેવામાં આવ્યું છે કે શહેરોને કન્ટેન્ટમેન્ટ ઝોન નક્કી કરવાની છૂટ આપવામાં આવી છે. તે મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન આ નક્કી કરી શકે છે કે રેસિડેન્સિયલ વિસ્તારો, મહોલ્લા, મ્યુનિસિપાલિટી વોર્ડ અતવા પોલીસ સ્ટેશન વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવો કે નહીં. સ્થાનિક સ્તરે ઇનપુટ્સના આધારે શહેરોને કન્ટેન્ટમેન્ટ ઝોનનો અવકાશ નક્કી કરવાની સલાહ આપવામાં આવે છે.

સ્થાનિક સ્તરે ઇનપુટ્સના આધારે શહેરોના કન્ટેન્ટ ઝોનનો અવકાશ

કેન્દ્ર સરકારે પહેલાથી જ શહેરી વિસ્તારોમાં કોવિડ -19 ના પ્રબંધન અંગે ગાઈડલાઈન જાહેર કરેલી છે. અહીં અપનાવવામાં આવેલી વ્યૂહરચના- સ્ટ્રેટેજીમાં હાઈરિસ્ક ફેક્ટર જેવા કે કન્ફર્મેશન દર, મૃત્યુદર, ડબલિંગ રેટ, પરીક્ષણો પર 10 લાખ વ્યક્તિ વગેરે પરિબળો પર કામ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર દ્વારા આ બાબત પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે કે કન્ટેન્ટમેન્ટ ઝોમં કેસોની મેંપિંગ અને કોન્ટેક્ટ તથા તેમનું લોકેશનના હિસાબથી નક્કી કરવામાં આવે. તેનાથી એક ચોક્કસ સીમા નક્કી કરવામાં મદદ મળશે જ્યાં લોકડાઉન ખૂબજ સખ્તાઈથી લાગુ કરાવી શકાય.

લોકડાઉનમાં શું થઈ શકે છે છૂટછાટ

લોકડાઉન વધારવા અંગે હજી સુધી કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી. પરંતુ મોટાભાગનાં રાજ્યો લોકડાઉન આગળ વધવા માગે છે. સાથે સાથે કેટલીક છૂટછાટોની અપેક્ષા રાખી રહ્યા છે જેથી આર્થિક પ્રવૃત્તિઓને ટ્રેક પર લાવવામાં મદદ મળે. જ્યાં કોરોનાના વધુ કેસ જોવા મળે છે ત્યાં સખ્તાઇ જાળવવામાં આવશે. અન્ય વિસ્તારોમાં છુટછાટને અવકાશ રહે છે. હાલ શાળાઓ અને કોલેજો બંધ રહેવાની સંભાવના છે. મેટ્રો રેલ સેવાઓ શરૂ કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ ચાલુ રાખી શકાય છે. ધાર્મિક સ્થળો ખોલવા કે નહીં તે અંગેનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડી શકાય છે. સલૂન ખોલવામાં આવ્યા છે, હવે જીમ અને શોપિંગ મોલ વગેરે ખોલવાનો નિર્ણય પણ રાજ્ય સરકારોના હાથમાં આપી શકાય છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, લોકોને ઘરમાંથી બહાર ન નિકળવા અપાઈ સૂચના

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!