GSTV
Home » News » કોણ કહે છે ભારત ગરીબ દેશ છે ! : સં૫ત્તિમાં 200 ટકાનો વધારો, વિશ્વનો ચોથો ધનિક દેશ

કોણ કહે છે ભારત ગરીબ દેશ છે ! : સં૫ત્તિમાં 200 ટકાનો વધારો, વિશ્વનો ચોથો ધનિક દેશ

એક તરફ ભારતમાં આર્થિક અસમાનતા જોવા મળી રહી છે. તો બીજી તરફ ભારતીયોની સંપતિ પણ કુદકે ને ભૂસકો વધી રહી છે. ભારતીયોની અંગત સંપતિ એટલી તીવ્ર ગતિથી વધી રહી છે કે આગામી 10 વર્ષમાં ભારતીયોની સંપત્તિમાં 200 ટકાનો વધારો થશે. અને ભારત બ્રિટન અને જર્મનીને પછાડીને ચોથા ક્રમનો સૌથી ધનિક દેશ બની જશે.

દુનિયાભરમાં ભારત દેશની ગણના ભલે વિકાસશીલ દેશ તરીકે થતી હોય. પરંતુ સમગ્ર દુનિયામાં ભારતીયોની અંગત સંપત્તિ અન્ય દેશોની સરખામણીમાં સૌથી વધુ ઝડપે વધી રહી છે. અફ્રેશિયા બેન્ક અને ન્યુ વર્લ્ડ વેલ્થના રિપોર્ટ મુજબ. આગામી 10 વર્ષમાં ભારતીયોની અંગત સંપત્તિમાં સૌથી વધુ એટલે કે 200 ટકાનો વધારો થશે. અને આ વધારો થવાની સાથે જ ભારતીયોની કુલ અંગત સંપત્તિ 16 લાખ કરોડ રૂપિયા કરતા પણ વધુ થઇ જશે.

ભારતીયોની સંપત્તિ વધવાની ગતિ એટલી ઝડપી છે કે તે અમેરિકાની સરખામણીએ 10 ગણી. જ્યારે કે બ્રિટન અને જર્મનીની સરખામણીએ 20-20 ગણી ઝડપે વધી રહી છે. ભારતીયોની અંગત સંપતિ 5.35 લાખ કરોડ રૂપિયાથી વધીને 16.01 લાખ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે.

વર્ષ 2017ની સ્થિતિની વાત કરીએ તો અમેરિકાની સંપતિ 40.68 લાખ કરોડ છે. જ્યારે કે ચીનની સંપત્તિ 16.12 લાખ કરોડ. જાપાનની 12.68 લાખ કરોડ. બ્રિટનની 6.44 લાખ કરોડ અને જર્મનીની 6.27 લાખ કરોડ છે. જ્યારે કે ભારત 5.35 લાખ કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે. આગામી 10 વર્ષમાં એટલે કે 2027માં અમેરિકાની સંપત્તિ 48.81 લાખ કરોડ થવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. તો ચીનની સંપતિ 45.14 લાખ કરોડ. જાપાનની 16.50. ભારતની 16.01 અને બ્રિટનની 7.09 લાખ કરોડ સંપતિ થવાનો અંદાજ માંડવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ અમેરિકા 10 વર્ષ બાદ પણ પ્રથમ સ્થાને જ રહેશે. જે કે તે દરમ્યાન તેમની સંપત્તિમાં ફક્ત 20 ટકાનો જ વધારો થવાનું અનુમાન છે. બીજી તરફ ભારતીયો બ્રિટન અને જર્મનીને પાછળ રાખીને દુનિયાના સૌથી ચોથા ક્રમના ધનિક બની જશે.

સમગ્ર વિશ્વમાં હાલ 2252 બિલિયોનર છે. અને તે દરેક બિલિયોનર પાસે સરેરાશ 6500 કરોડની સંપત્તિ છે. ડિસેમ્બર-2017 સુધી દુનિયાભરના લોકોની અંગત સંપતિ 13975 લાખ કરોડ રૂપિયા હતી. વિશ્વમાં 1.52 કરોડ લોકો એવા છે કે જેની સંપત્તિ સરેરાશ 6.5 કરોડ કે તેનાથી વધારે છે.

આ રિપોર્ટમાં છેલ્લા 10 વર્ષમાં અને આગામી 10 વર્ષમાં દુનિયાભરના લોકોની અંગત સંપતિમાં થનારા વધારાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. જેમાં કોઇ પણ દેશની સરકારી સંપત્તિ કે ફંડનો સમાવેશ કરાયો નથી. દેશની સંપત્તિનો મતલબ ત્યાંના લોકોની અંગત સંપતિ ગણાઇ છે. જેમાં પ્રોપર્ટી. રોકડ. ઇક્વિટી. વેપાર-ધંધામાંથી કમાણી વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયામાં દેવું ઘટાડીને સંપતિની ગણતરી કરવામાં આવે છે. એટલે કે આ ગણતરીમાં કોઇ પણ પ્રકારની સરકારી સંપત્તિ સામેલ નથી.

રિપોર્ટ અનુસાર આગામી 10 વર્ષમાં ભારતમાં ઉદ્યોગ. વધુ સારી શિક્ષણ વ્યવસ્થા અને સારું અંગ્રેજી બોલનારાઓની સંખ્યા વધશે. આ ઉપરાંત નાણાકીય અને બેન્કિંગ સેવાઓ. આઇટી સેક્ટર. બીપીઓ. રિઅલ એસ્ટેસ. હેલ્થકેર અને મીડિયા સેક્ટરમાં પણ જબરદસ્ત વિકાસ થવાની અપેક્ષા છે. આ બધા કારણોસર ભારતીયો દુનિયાના ચોથા સૌથી અમીર બની જશે.

Related posts

ભારત અને મ્યાનમારની સેનાનું જોઈન્ટ ઓપરેશન “સનશાઈન”, આતંકી કેમ્પોને કર્યા નષ્ટ

Path Shah

દેશના આ મંત્રાલયે કર્યો અનોખો વિચાર, લોકો પાસેથી આઈડિયા અને સૂચનો આપવા જણાવ્યું

Path Shah

આ ટ્રસ્ટ પાસેથી બેંકોએ ચિલ્લર લેવાનો કર્યો ઈન્કાર , મામલો પહોંચ્યો રીઝર્વ બેન્કે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!