GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

દેશમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર: કુલ કેસ 2 લાખને પાર, 5600ને ભરખી ગયો ઘાતક વાયરસ

Corona

ભારતમાં કોરોના વાયરસનો ચેપ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે અને અહીં કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને વટાવી ગઈ છે, જ્યારે આ રોગને કારણે 5600 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.કોરોના વાયરસના વૈશ્વિક ડેટા પર નજર રાખતી વેબસાઇટ વર્લ્ડો મોનિટર્સ અનુસાર મંગળવારે (2 જૂન) સાંજે 6 વાગ્યાની આસપાસ ભારતમાં 2639 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ કોરોના ચેપની કુલ સંખ્યા 201,009 પર પહોંચી ગઈ છે.

મૃત્યુઆંક 5600ને પાર

તે જ સમયે આ જીવલેણ વાયરસથી દેશમાં વધુ 20 લોકોના મોતને કારણે મૃત્યુ પામનારા લોકોની કુલ સંખ્યા 5628 પર પહોંચી ગઇ છે.ચેપથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારત હવે 7માં ક્રમે છે અને તે સાથે જ વૈશ્વિક રોગચાળાના કેન્દ્ર સ્થળ ચીનથી પણ આગળ નિકળી ગયું છે.

15 દિવસમાં 1 લાખ કેસ વધ્યા, કુલ 2 લાખે પહોંચ્યો આંક

કોરોના

ભારતમાં કોરોના વાઈરસના કેસ પીકથી ઘણા દૂર છે અને તેનો પ્રસાર અટકાવવાના પગલાં ઘણા જ અસરકારક છે. પરીણામે કોરોના સામેની લડાઈમાં વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારત ઘણી સારી સ્થિતિમાં છે તેમ સરકારે મંગળવારે જણાવ્યું હતું. જોકે, સરકારના આ દાવાઓ છતાં મંગળવારે કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો યથાવત્ રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૨૩૮ લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે નવા ૮,૧૪૭ કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા ૨,૦૦,૩૨૧ થઈ ગઈ છે અને મૃત્યુઆંક ૫,૭૩૯ થયો છે. અત્યાર સુધીમાં ૯૯,૬૧૩ લોકો સાજા થયા છે, જેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. દેશમાં કોરોનાનો રીકવરી રેટ ૪૮ ટકાથી વધુ થયો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં કોરોનાની સ્થિતિ

રાજ્યકેટલા સંક્રમિતકેટલા સાજા થયાકેટલા મોત
મહારાષ્ટ્ર70013301082362
તમિલનાડુ2349513170187
દિલ્હી208348746523
ગુજરાત17217107801063
રાજસ્થાન91006213199
મધ્યપ્રદેશ82835003358
ઉતરપ્રદેશ83615030222
પશ્ચિમ બંગાળ57722306325
બિહાર3945174123
આંધ્રપ્રદેશ3676237464
કર્ણાટક3408132852
તેલંગાણા2792149188
જમ્મુ-કાશ્મીર260194631
પંજાબ2301200044
ઓરિસ્સા210412459
હરિયાણા2356105521
અસમ14861644
કેરળ132760811
ઉતરાખંડ9592225
ઝારખંડ6612565
છત્તીસગઢ5481211
હિમાચલ પ્રદેશ3401186
ત્રિપુરા4231730
ચંદીગઢ2972144
મણિપુર83110
લદ્દાખ77470
ગોવા73500
પુડુચેરી79250
નાગાલેન્ડ4300
અંદમાન-નિકોબાર33330
મેઘાલય28121
અરુણાચલ પ્રદેશ2010
દાદરા એન્ડ નગર હવેલી310
મિઝોરમ110
સિક્કિમ100
અન્ય641400
Corona

ભારતમાં કેટલાક વિસ્તારો કોમ્યુનિટી ટ્રાન્સમીશન તબક્કામાં પ્રવેશ્યા હોવા અંગેના અહેવાલોના સંદર્ભમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના વૈજ્ઞાાનિક નિવેદિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન શબ્દનો ઉપયોગ કરવાના બદલે કોરોનાનો પ્રસાર કેટલા પ્રમાણમાં થયો છે અને અન્ય દેશોની સરખામણીમાં આપણે ક્યાં છીએ તે સમજવું મહત્વનું છે.

આઈસીએમઆર કોવિડ-૧૯ના પ્રસારના પ્રમાણનું મૂલ્યાંકન કરવા સેરો-સર્વે હાથ ધરી રહી છે અને તેના ભાગરૂપે તેણે લગભગ ૩૪,૦૦૦ લોકોના ટેસ્ટ કર્યા છે. આ પરીક્ષણના પરિણામો ટૂંક સમયમાં જાહેર થશે. તેમણે ઉમેર્યું હતું કે કોરોનાના કેસ પીક પર પહોંચવાથી આપણે ઘણા દૂર છીએ. આપણા તકેદારીના અસરકારક પગલાંઓએ કોરોનાને ઘણા અંશે નિયંત્રણમાં રાખ્યો છે.

કોરોના

કોરોનાના કેસના સંદર્ભમાં ભારત વિશ્વમાં સાતમા ક્રમે પહોંચ્યું છે ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે ભારતમાં માત્ર કોરોનાના કેસ અને મૃત્યુઆંકના આંકડાઓને જ ધ્યાનમાં લઈને ભારત સાતમા ક્રમે છે તેમ કહેવું અયોગ્ય છે. આ બાબતની સાથે ભારતની વસતીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત ૧૪ દેશોની કુલ વસતી જેટલી વસતી એકલા ભારતમાં છે. ભારતમાં કોરોનાનો મૃત્યુદર ૨.૮૨ ટકા છે જ્યારે વિશ્વનો મૃત્યુદર ૬.૧૩ ટકા છે. આપણો મૃત્યુદર વિશ્વમાં સૌથી ઓછો છે.

દરમિયાન નિષ્ણાતોનું કહેવું છે કે ભારત કોરોનાના જોખમ તરફ આગળ વધી રહ્યું છે. જૂનના અંતિમ સપ્તાહ અથવા જુલાઈમાં ભારતમાં કોરોનાનો ત્રીજો તબક્કો જોવા મળી શકે છે. ખાસ કરીને જુલાઈમાં કોરોનાના કેસ ભારતમાં પીક પર હશે. ભારતમાં લૉકડાઉન હટાવવાના બે દિવસમાં જ નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ભારતમાં કોરોનાના કેસ જેમ વધતા જશે અને તે પીક પર પહોંચશે એટલે કે થર્ડ સ્ટેજ કે કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થશે પછી દેશમાં સ્થિતિ વધુ ખરાબ થશે.દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કુલ ૭૨,૩૦૦ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૨૪૬૫ થયો છે.

અમેરિકામાં સૌથી ગંભીર સ્થિતિ

મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં કોરોના વાયરસથી વિશ્વના સૌથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને અહીં ચેપના 18 લાખથી વધુ કેસ નોંધાયા છે.મહાસત્તા ગણાતા યુનાઇટેડ સ્ટેટ્સમાં 18,61,474 ચેપ છે અને 1,06,990 લોકોનાં મોત થઇ ચુક્યા છે. તેમાંથી 6,15,654 લોકો ચેપથી સાજા પણ થઇ ચુક્યા છે.

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે તણાવનો સૌથી મોટો ફાયદો લઈ રહ્યો છે આ દેશ : કંપનીઓને થઈ ગયાં બખ્ખાં

Pravin Makwana

2.2 કરોડ પશુઓ આ રોગથી છે ભારતમાં પીડિત, જો માણસમાં ફેલાયો તો ગંભીર ખતરો ઉભો થશે

Pravin Makwana

ચીનના રોકાણ મામલે ગુજરાતની ચૂપકીદી : કરોડો રૂપિયાનું છે રાજ્યમાં રોકાણ, શું કરારો કરશે સરકાર રદ ?

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!