GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ગુડ ન્યૂઝ : કોરોના પર ભારતીયો પડ્યા ભારે, 2 લાખ કેસમાંથી તો એક લાખ સાજા થઈ ગયા

Corona

દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર પહોંચી ચુકી છે. બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર, છેલ્લા 24 કલાકમાં 8,909 નવા કેસ સામે આવ્યા છે અને 24 કલાકમાં આ જીવલેણ બીમારીથી 217 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 4,776 લોકો સાજા પણ થઇ ચુક્યા છે.

હવે દેશમાં કુલ દર્દીઓની સંખ્યા 2,07,615 છે તેમાંથી 5,815 લોકોના મૃત્યું થયા છે. રાહતની વાત એ પણ છે કે લગભગ 50 ટકા એટલે કે 1,00,303 દર્દી કોરોના સામેની લડતમાં જીત હાંસલ કરી ચુક્યા છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,01,497 છે. છેલ્લા કેટલાક દિવસોમાં દર્દીઓના સાજા થવાની સંખ્યા ઝડપથી વધી રહી છે.

  • કોરોના કહેર : છેલ્લા 24 કલાકમાં 8909 નવા કેસ, કુલ દર્દીઓની સંખ્યા 2 લાખને પાર
  • એક દિવસમાં 217 લોકોના મૃત્યુ થયા ત્યારે 4,776 લોકો સાજા થયા
  • અત્યાર સુધીમાં એક લાખથી વધારે લોકો કોરોના જંગ જીતી ચુક્યા છે

દેશના 28 રાજ્યો અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો અસરગ્રસ્ત

રાજ્યકેટલા સંક્રમિતકેટલા સાજા થયાકેટલા મોત
મહારાષ્ટ્ર70013301082362
તમિલનાડુ2349513170187
દિલ્હી208348746523
ગુજરાત17217107801063
રાજસ્થાન91006213199
મધ્યપ્રદેશ82835003358
ઉતરપ્રદેશ83615030222
પશ્ચિમ બંગાળ57722306325
બિહાર3945174123
આંધ્રપ્રદેશ3676237464
કર્ણાટક3408132852
તેલંગાણા2792149188
જમ્મુ-કાશ્મીર260194631
પંજાબ2301200044
ઓરિસ્સા210412459
હરિયાણા2356105521
અસમ14861644
કેરળ132760811
ઉતરાખંડ9592225
ઝારખંડ6612565
છત્તીસગઢ5481211
હિમાચલ પ્રદેશ3401186
ત્રિપુરા4231730
ચંદીગઢ2972144
મણિપુર83110
લદ્દાખ77470
ગોવા73500
પુડુચેરી79250
નાગાલેન્ડ4300
અંદમાન-નિકોબાર33330
મેઘાલય28121
અરુણાચલ પ્રદેશ2010
દાદરા એન્ડ નગર હવેલી310
મિઝોરમ110
સિક્કિમ100
અન્ય641400

કોરોનાથી સૌથી વધારે મહારાષ્ટ્ર અસરગ્રસ્ત થયું છે. અહીં કુલ દર્દીઓની સંખ્યાનો આંકડો 72 હજારને પાર પહોંચી ગયો છે. અત્યાર સુધી 2,465 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે જ્યારે 31 હજારથી વધારે લોકો સાજા થઇ ચુક્યા છે. અત્યારે 38,502 એક્ટિવ કેસ છે. બીજા નંબર પર તમિલનાડુ છે, જ્યાં અત્યાર સુધીમાં 24 હજારથી વધારે નવા કેસ સામે આવી ચુક્યા છે, જેમાં 197 લોકોના મૃત્યુ થયા છે.

કોરોના

કોરોનાના કુલ કેસમાં ત્રીજા નંબર પર દિલ્હી છે. અત્યાર સુધી અહીં 22,132 કેસ સામે આવી ચુક્યા છે, જેમાંથી 556 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. જ્યારે 9,243 લોકો સાજા થઇ ચુક્યા છે. ગુજરાતમાં કુલ દર્દીઓનો આંકડો 17,617 પર પહોંચી ગયો છે, જેમાં 1,092 લોકોનાં મૃત્યુ થઇ ચુક્યા છે. રાજસ્થાનમાં કુલ દર્દીઓની સંખ્યા 9,373 છે, જેમાંથી 203 લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. મધ્ય પ્રદેશમાં કુલ દર્દીઓની સંખ્યા 8,420 છે, જેમાંથી 364ના મૃત્યુ થયા છે. ઉત્તરપ્રદેશમાં દર્દીઓની સંખ્યા 8,361 છે, જેમાંથી 222 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!