GSTV
Gujarat Government Advertisement

ખુશખબર / 2,00,00,000 લોકો કોરોનાથી થયા સાજા, મોદી સરકારને ફક્ત ડરાવી રહ્યો છે આ આંક

કોરોના

Last Updated on May 15, 2021 by Bansari

ભારતમાં છેલ્લા બે મહિનાથી કોરોના મહામારીની બીજી લહેરનો આતંક જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી ૩.૫ ખી ૪ કરતા વધુ કોરોના પોઝિટિવ કેસ જોવા મળતા હતા પરંતુ રાહતની વાત એ છે કે ભારતમાં મહામારી શરુ થઇ એ પછી કોરોનાને મહાત આપીને સાજા થનારાનો આંકડો ૨ કરોડને વટાવી ગયો છે. ભારતમાં ૧૮ કરોડથી વધુ લોકોએ એક અથવા તો બે વેકિસન લીધી છે.

કોરોના

છેલ્લા ૨૪ કલાકમાં ૩.૪૪ લાખથી વધુ પોઝિટિવ દર્દીઓ સાજા થયા

છેલ્લા ૨૪ કલાકમાં ૩.૪૪ લાખથી વધુ પોઝિટિવ દર્દીઓ સાજા થયા છે જે એક દિવસમાં નોંધાયેલા સંક્રમિત કેસોની સંખ્યા કરતા વધારે છે. દેશમાં ૨૪ કલાકમાં ૩.૪૩ લાખ કોરોના પોઝિટિવ કેસો નવા ઉમેરાયા છે. મહારાષ્ટ્રમાં ૪૨ હજાર, કેરલમાં ૩૯ હજાર અને કર્ણાટકમાં ૩૫ બજારથી વધુ કેસ નોંધાયા છે. ઘણા સમય પછી રજીસ્ટર કેસો કરતા સાજા થયેલાઓનો આંકડો વધુ જોવા મળ્યો છે જે સારી નિશાની છે.

કોરોના

દેશમાં ૩૭ લાખથી પણ વધુ એકિટવ કેસ

જો કે હજુ પણ હરખાવા જેવું નથી કારણ કે દેશમાં ૩૭ લાખથી પણ વધુ એકિટવ કેસ જોવા મળે છે. એકિટવ કેસોનો આંકડો કુલ સંક્રમણ કેસના ૧૫.૪૧ ટકા જેટલો છે. કોરોનાથી મરનારા લોકોની સંખ્યા ૪ હજારથી વધારે છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ૧૦ રાજયોમાં કોરોનાથી થતા કુલ મુત્યુના ૭૨.૭૦ ટકા થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૮૫૦ અને ત્યાર પછી કર્ણાટકમાં ૩૪૪ લોકોના મુત્યુ કોરોના વાયરસ સંક્રમણથી થયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari

ભાજપ કાર્યકરો આપમાં જોડાઇ રહ્યાની સતત જાહેરાતો બાદ નેતાઓ થયા દોડતા, ભાજપના નેતાઓએ દાવાને નર્યુ જુઠ્ઠાણું ગણાવ્યું

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!