GSTV
India News Trending

ફફડાટ/ દેશમાં ફરી વધવા લાગ્યાં એક્ટિવ કેસ, નોએડામાં 33 બાળકો પણ કોરોના સંક્રમિત : છેલ્લા 24 કલાકના આંકડા ચિંતાજનક

કોરોના

Corona cases in India: કોરોનાનો વધતો ગ્રાફ દેશભરમાં ચિંતા વધારી રહ્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1,247 નવા કેસ નોંધાયા છે. જોકે, રવિવારની સરખામણીએ સોમવારે 936 ઓછા કેસ જોવા મળ્યા છે. આ પહેલા રવિવારે કોરોનાના 2183 કેસ નોંધાયા હતા. પરંતુ દિલ્હી-NCRમાં સ્થિતિ થોડી ચિંતાજનક છે. નોઈડામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 107 કેસ નોંધાયા છે. જેમાં 33 બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલમાં નોઈડામાં કોરોનાના 411 એક્ટિવ કેસ છે.

દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 928 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,25,11,701 લોકો સાજા થયા છે. ભારતમાં રિકવરી રેટ 98% થી વધુ છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,21,966 લોકોના મોત થયા છે.

કોરોના

રવિવારે 214 લોકોના મોત થયા હતા

આ પહેલા રવિવારે ભારતમાં કોરોનાના 2183 કેસ નોંધાયા હતા. આ સિવાય 214 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. એક્ટિવ કેસ 11542 હતા. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પણ જણાવ્યું છે કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 4,01,909 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 83,25,06,755 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

કોરોના

શું છે દિલ્હીની સ્થિતિ?

સોમવારે દિલ્હીમાં 24 કલાકમાં કોરોનાના 501 કેસ સામે આવ્યા છે. આ સાથે, દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 7.72% પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં માત્ર 6492 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં 501 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે રવિવારે 517 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં કોરોનાના 1188 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. હાલમાં દિલ્હીની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં 9735 બેડ ખાલી છે. જ્યારે 875 કોવિડ કેન્દ્રો છે. આ ઉપરાંત કોવિડના 136 આરોગ્ય કેન્દ્રો પણ એક્ટિવ મોડમાં છે.

Read Also

Related posts

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi

ચીનથી બ્રાઝિલ અને જાપાનમાં ઝડપથી ફેલાતા કોરોનાના કેસ, ઘણા શહેરોમાં લોકડાઉન!

Padma Patel
GSTV