સામાન્ય રીતે કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ જો પોઝિટિવ આવે તો દર્દીના હ્યદયના ધબકારા વધી જાય છે અને તેને પોતાની જીંદગી ટૂંકી થઇ જવાનો ભય સતાવવાનું શરુ થઇ જાય છે, પરંતુ સિંગાપોરમાં ફાંસીની સજા પામેલા એક ગુનેગારનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવતા તેની જીંદગી થોડા દિવસ માટે લંબાઇ ગઇ હતી. ભારતીય મૂળના એક મલેશિયન નાગરિકને વાસ્તવમાં માદક દ્રવ્યોની હેરાફેરી કરવાના ગુનાસર ફાંસીની સજા ફટચકારવામાં આવી હતી અને બુધવારે તેને જેલમાં ફાંસી આપવાની હતી પરંતુ તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા સિંગાપોરની હાઇકોર્ટે તેની ફાંસીની સજા ઉપર સ્ટે ઓર્ડર આપ્યો હતો અને તેમ કરીને તે ગુનેગારની જીંદગી થોડા દિવસ માટે લંબાઇ ગઇ હતી.

માનસિક રીતે અસ્વસ્થ ગણાતા ભારતીય મૂળના મલેશિયન નાગરિક નગેનથરન ધર્માલિંગમને બુધવારે ચાંગી જેલમાં ફાંસીના દોરડે લટકાવી દેવાનો હતો પરંતુ સિંગાપોર હાઇકોર્ટે તેની ઓનલાઇન અપીલની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની ફાંસીની સજા ઉપર મનાઇ હુકમ ફરમાવી દીધો હતો.

છેલ્લા ૧૧ વર્ષથી ફાંસીની સજાનો સામનો કરી રહેલા નગેનથરનને તેની છેલ્લી અપીલની સુનાવણી માટે કોર્ટ ઓફ અપીલમાં લાવવામાં આવ્યો હતો એમ ચેનલ ન્યૂઝ એશિયા ઉપર પ્રસારિત થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું. જો કે સુનાવણી બાદ કોર્ટના જજે જાહેર કર્યું હતું કે નગેનથરનનો કોવિડનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જજની આ જાહેરાત બાદ તેને ઝડપથી જેલમાં પાછો લઇ જવામાં આવ્યો હતો. જસ્ટિસ એન્ડ્રુ ફેંગ, જસ્ટિસ જુડિથ પ્રકાશ અને કન્નન રમેશે કહ્યું હતું કે આ અનેપક્ષિત બાબત હતી અને ગુનેગારના સંજોગો જોતાં ફાંસીની સજાના અમલમાં હાલ આગળ વધવું યોગ્ય નથી. જો ગુનેગારને કોવિડ-૧૯ પોઝિટિવ હોય તો તેને ફાંસી આપવી અમારા મતે યોગ્ય નથી એમ તેઓએ કહ્યું હતું.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી