GSTV

આ છે દેશના 100 વર્ષ જૂના રેસ્ટોરન્ટ્સ, અહીંના ખાવાના સ્વાદની સાથે ઈતિહા સજાણવો બને છે ખાસ!

Last Updated on December 23, 2021 by Vishvesh Dave

આપણે એવા દેશમાં રહીએ છીએ જેનો લાંબો ઈતિહાસ છે. આપણા દેશના ઈતિહાસ વિશે આપણે જેટલું જાણીએ તેટલું ઓછું છે. દરેક જગ્યાનો એક ઈતિહાસ હોય છે, જેના વિશે જાણવું પણ ખાસ છે. એ જ રીતે, આપણે જે રેસ્ટોરન્ટમાં જઈએ છીએ તેની સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ છે, જે ફૂડ લવર્સને અહીં આવવા માટે મજબૂર કરે છે. જો તમે કોઈ ખાસ જગ્યા પર જમવા જઈ રહ્યા છો, તો ત્યાં સાથે જોડાયેલી વાતો જાણવાનું દરેકના મનમાં હોય છે.

Oldest Restaurants In India: Indian restaurants that are more than a 100  years old |

રેસ્ટોરન્ટનું સારું ફૂડ, કોઈ ખાસ આઈટમ, ઈન્ટીરીયરને કારણે પ્રવાસીઓ રેસ્ટોરન્ટમાં આવે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ભારતમાં કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે, જે માત્ર તેમના ભોજન માટે જ નહીં પરંતુ તેમના ઈતિહાસને કારણે પણ ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ વાત એ છે કે, આ રેસ્ટોરન્ટ 100 વર્ષથી પણ વધુ જૂની છે. જો તમે પણ ખાણીપીણીના શોખીન છો, તો એક વાર અહીં અવશ્ય મુલાકાત લો.

ગ્લેનરિસ, દાર્જિલિંગ

દાર્જિલિંગ તેની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. પહાડી નગરની સૌથી જૂની રેસ્ટોરન્ટ્સમાંની એક, ગ્લેનરિસ 130 વર્ષથી વધુ જૂની હોવાનું કહેવાય છે. અહીંનું ભોજન શાનદાર છે, અહીંની ગ્લેનરીમાં એક બેકરી ખૂબ જ ખાસ છે. સુંદર નજારો જોવાની સાથે તમે અહીં ખાવાની મજા પણ માણી શકો છો.

લિયોપોલ્ડ કાફે, મુંબઈ

મુંબઈમાં ખાવા-પીવાની ઘણી ખાસ જગ્યાઓ છે, પરંતુ આ લિયોપોલ્ડની પ્રખ્યાત રેસ્ટોરન્ટ છે અને કહેવાય છે કે, તે 150 વર્ષ જૂની છે. તમને જણાવી દઈએ કે 2008માં જ્યારે મુંબઈ હુમલો થયો ત્યારે આ રેસ્ટોરન્ટને પણ નિશાન બનાવવામાં આવી હતી. ખાસ વાત એ છે કે, આ સ્થળ માત્ર પ્રવાસીઓમાં જ નહીં પરંતુ સ્થાનિક લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે.

ઇન્ડિયન કોફી હાઉસ, કોલકાતા

ઇન્ડિયન કોફી હાઉસ એ દેશમાં ભારતીય કોફી હાઉસની સૌથી લોકપ્રિય શાખા છે. તમને જણાવી દઈએ કે, પહેલા તેનું નામ આલ્બર્ટ હાઉસ હતું પરંતુ 1947માં દેશની આઝાદી બાદ તેનું નામ બદલીને ઇન્ડિયન કોફી હાઉસ કરી દેવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે તેની શરૂઆત 1876 માં થઈ હતી. તેને કોલકાતાનું ગૌરવ પણ કહેવામાં આવે છે.

ટુંડે કબાબ

લખનઉનું આ 115 વર્ષ જૂનું સ્થળ ભારતમાં કબાબ પ્રેમીઓ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આજે કબાબને ફૂડ લવર્સની જાન કહેવામાં આવે છે. જો તમે કબાબ ખાવાના ખૂબ જ શોખીન હોવ તો પણ તમારે એકવાર અહીં અવશ્ય આવવું જોઈએ. એવું કહેવાય છે કે તેને 1905માં લોન્ચ કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં કહેવાય છે કે આ કબાબ બનાવવા માટે લગભગ 125 સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!