GSTV

22 દિવસમાં 10 લાખ નવા કેસ! ભારતમાં આ રીતે વધી રહી છે કોરોનાની રફતાર, છતાં આ આંકડો છે રાહત આપનારો

કોરોના

અમેરિકા પછી ભારત બીજો દેશ બન્યો છે જ્યાં કોવિડ -19 ના 90 લાખથી વધુ કેસ નોંધાયા છે. જોકે, રાહતની વાત એ છે કે 80 લાખથી 90 લાખ કેસ થવામાં ભારતને 22 દિવસનો સમય લાગ્યો હતો. 10 લાખ કેસોમાં ભારતમાં આ બીજો સૌથી ધીમો વધારો છે. એટલે કે, તાજેતરના અઠવાડિયામાં રોગચાળાની અસરમાં ઘટાડો થયો છે. જ્યારે 45,882 નવા કેસ નોંધાવાની સાથે ગુરુવારે ભારતે 90 લાખ કેસને વટાવી લીધા હતા. શુક્રવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં કોરોનાના 90,04,366 કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં 84 લાખથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા

છેલ્લા 24 કલાકમાં 584 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 1,32,162 પર પહોંચી ગયો છે. શુક્રવારે, એક્ટિવ કેસોમાં  491નો ઘટાડો જોવા મળ્યો હતો અને હવે દેશમાં કોરોના 4,43,794 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 44,807 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે, કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 84,28,410 થઈ ગઈ છે.

પીક પર પહોંચ્યા પછી ઘટ્યો કોરોનાનો પ્રકોપ

છેલ્લા 8 દિવસમાં આ કોરોના કેસનો સૌથી મોટો આંકડો છે. ટેસ્ટમાં ઘટાડો આ પાછળનું મુખ્ય કારણ છે. છેલ્લા 22 દિવસમાં નોંધાયેલા 10 લાખ કેસ દર્શાવે છે કે ભારતમાં સપ્ટેમ્બરના મધ્યમાં કોરોના ટોચ પર પહોંચ્યો ત્યાર બાદથી ઘાતક વાયરસનો પ્રકોપ ઘટ્યો છે. તે સમયે, કેસ ફક્ત 11 દિવસમાં 40 લાખથી વધીને 50 લાખ થઈ ગયા હતા. ભારતમાં 0 થી 10 લાખ કેસો સુધી પહોંચવામાં સૌથી વધુ સમય લાગ્યો હતો. 80 થી 90 લાખ કેસ થવામાં  22 દિવસ લાગવા એ પછીનો બીજો સૌથી મોટો ગેપ છે.

નવા કેસોની બાબતમાં નવેમ્બરમાં ભારત બીજા સ્થાને

કોરોના

સપ્ટેમ્બર પછીના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં, નવેમ્બર મહિનામાં, ભારત સૌથી વધુ કેસના મામલે વિશ્વમાં બીજા ક્રમે છે. ભારતમાં અત્યાર સુધીમાં 8.2 લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે યુ.એસ. માં આ મહિને લગભગ 25 લાખ નવા કેસ નોંધાયા છે. ફ્રાન્સ 7.3 લાખ નવા કેસ સાથે ત્રીજા ક્રમે આવ્યું છે, જ્યારે ઇટાલી, યુકે અને પોલેન્ડ અનુક્રમે ચોથા, પાંચમા અને છઠ્ઠા ક્રમે છે. ભારતમાં નવેમ્બર મહિનામાં 9,937 લોકોનાં મોત થયાં છે જે વિશ્વમાં ત્રીજા સ્થાને છે. આ મહિનામાં યુ.એસ. માં 20,829 લોકોનાં મોત થયાં છે, જ્યારે ઈરાનમાં કોરોનાથી 8,563 લોકોનાં મોત નીપજ્યાં છે.

નવા કેસોમાં વધુ રિકવરી

કોરોના

આરોગ્ય મંત્રાલયે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ટ્રેન્ડ રજૂ કર્યો છે. આ મુજબ, દરરોજ જે નવા કેસ સામે આવી રહ્યા છે તેમાં પહેલા કરતા વધારે લોકો સ્વસ્થ થઇ રહ્યા છે.

Read Also

Related posts

અમદાવાદ : પ્લાઝમા ડોનેટ કરવામાં લોકોમાં કચવાટ, કોરોનાને મ્હાત આપનાર લોકોને પ્લાઝમા ડોનેટ કરવા અપીલ

Nilesh Jethva

અમદાવાદમાં રવિવારે કોરોના માટેની ડેડબોડી વાનના આંટાફેરા સિવિલ હોસ્પિટલમાં વધ્યા, મોતના આંકને લઈને ઉઠ્યા સવાલો

Nilesh Jethva

કોરોના મહામારીમાં જરૂરિયાતમંદ લોકોને કપડા આપવા આ યુવકોએ શરૂ કરી અનોખી પહેલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!