GSTV

ભારતમાં પ્રતિ 10 લાખે અંગદાનનો દર ફક્ત 0.86%, રાજ્યમાં દર વર્ષે સરેરાશ માત્ર 73 મૃત દાતા દ્વારા થાય છે કિડની ટ્રાન્સપ્લાન્ટ

‘વિશ્વ અંગદાન દિવસ’ દર વર્ષે 13 ઓગસ્ટે યોજવામાં આવ છે. ઉલ્લેખનીય છે કે રક્તદાનની સાથે અંગદાનને પણ મહાદાન ગણવામાં આવે છે. એક વ્યક્તિના અંગદાન કરવાથી સાત વ્યક્તિને નવું જીવન મળતું હોય છે. પરંતુ ગુજરાતમાં હજુ અંગદાન અંગે વ્યાપક જાગૃતિ જોવા મળી રહી નથી તેમ જણાય છે. ગુજરાતમાં છેલ્લા 13 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ ૯૪૩ રહ્યું હતું. ૧૩ ઓગસ્ટે ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ હતો ત્યારે આ બાબત ગુજરાતમાં અંગદાન અંગેની નબળી જાગૃતતા દર્શાવે છે.

ગુજરાતમાં હજુ અંગદાન અંગે વ્યાપક જાગૃતિ જોવા મળી રહી નથી

‘વિશ્વ અંગદાન દિવસ’ દર વર્ષે ૧૩ ઓગસ્ટે યોજવામાં આવે છે. આ દિવસનો હેતુ મૃત્યુ બાદ તેઓના સ્વસ્થ અને મૂલ્યવાન અંગોના દાન માટે લોકોને પ્રેરણા આપવાનો છે. ગુજરાતનો એક તબક્કે અંગદાન કરવાને મામલે મોખરાના રાજ્યોમાં સમાવેશ થતો હતો. પરંતુ હવે તે અન્ય સતત પાછળ જઇ રહ્યું છે. ગુજરાતમાંથી વર્ષ ૨૦૧૩થી વર્ષ ૨૦૧૭માં અંગદાનનું કુલ પ્રમાણ ૫૮૦ હતું.

તમિલનાડુએ ૨૨૯૧ અંગદાન સાથે મોખરાનું સ્થાન હાંસલ કર્યું

જેની સરખામણીમાં આ જ સમયગાળામાં તમિલનાડુએ ૨૨૯૧ અંગદાન સાથે મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું. ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા છેલ્લા ૨૫ વર્ષમાં ૬૫૦૦ અંગ પ્રત્યારોપણ પૂર્ણ કરાયા છે. મૃતક કિડની ટ્રાન્સપ્લાન્ટ માર્ચ ૨૦૨૦ સુધીમાં ઘટીને ૧૯ થઇ ગયા છે, જે ગત વર્ષે ૮૭ હતા. ગુજરાત માટે કોઇ ડેટા ઉપલબ્ધ નથી. પરંતુ એક અંદાજ પ્રમાણે ૧.૮ લાખ રેનલ ફેલ્યોરથી પીડાય છે જ્યારે ભારતમાં ૨ લાખ લોકો લીવરની ખરાબીને કારણે મૃત્યુ પામે છે.

ગુજરાતમાં છેલ્લા 13 વર્ષમાં મૃત દાતા કિડની પ્રત્યારોપણ ૯૪૩ રહ્યું

એક અહેવાલ પ્રમાણે વાર્ષિક ધોરણે કરવામાં આવતા ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા ધીરે ધીરે વધી રહી છે. પરંતુ તેમ છતાં ભારતમાં અંગદાનનો દર નબળો જોવા મળે છે. ભારતમાં પ્રતિ મિલિયને અંગદાનનો દર ૦.૮૬ છે જ્યારે તેની સરખામણીમાં સ્પેનમાં ૪૯.૯, અમેરિકામાં ૩૧.૯૬ પ્રતિ મિલિયન દર જોવા મળે છે. આ અંગે આઇકેઆરડીસી-આઇટીએસના નિયામક ડો. વિનીત મિશ્રાએ જણાવ્યું કે, ‘આઇકેડીઆરસીએ કોવિડ-૧૯ની અસરને ડામવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા અંગદાન વિશે જાગૃતિ ફેલાવવા નિર્ણય લીધો છે. અંગદાન પ્રતિજ્ઞાા અંગદાન જાગૃતતાનો તાર્કિક સંકલ્પ છે.

13 ઓગસ્ટે ‘વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે’ ઉજવાયો ત્યારે ચિંતાજનક સ્થિતિ

પરંતુ કોવિડ-૧૯ના આ સમયમાં અમે લોકોને સમજાવવા માટે ઓનલાઇન વિકલ્પ સાથે જોડી રહ્યા છીએ. જો લોકો અંગદાનના માધ્યમથી નવજીવન આપવાની ભેટ આપવાના મહત્વને સમજે તો અમે સરળતાથી ૧ મિલિયન પ્રતિ વ્યક્તિના સાધારણ લક્ષ્યની માગને પૂરી કરી શકીએ છીએ. ગુજરાતમાં અનેક બ્રેઇનડેડ દર્દીઓ છે. આ દર્દીના સ્વજનોમાં જાગૃતિ વધે તો અંગદાતાઓનું અત્યારનું લાંબુ વેઇટિંગ લિસ્ટ ઘટવા લાગે તે નિશ્ચિત છે. ‘

READ ALSO

Related posts

રાજસ્થાન: આ તારીખથી પર્યટકો માટે ખુલ્લો મુકાશે મેહરાનગઢ, કરવામાં આવી છે આ ખાસ વ્યવસ્થા

Bansari

લોકસભામાં મજૂરો સાથે જોડાયેલા 3 બિલો થયા પાસ! હવે દરેક કર્મચારીને મળશે અપોઈન્ટમેન્ટ લેટર- ગ્રેજ્યુટી અને બીજી આ સુવિધા

Arohi

એરલાઈન્સની કેન્સલ ટિકીટોના રિફંડ ઉપર SC કડક, કાલ સુધીમાં સરકારને એફિડેવીટ કરવા કર્યો આદેશ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!