GSTV
Home » News » 72 વર્ષમાં મોટી તક, ટીમ ઈન્ડિયા પહેલીવાર 15 ઓગષ્ટ પર આપી શકે છે જીતની ભેટ

72 વર્ષમાં મોટી તક, ટીમ ઈન્ડિયા પહેલીવાર 15 ઓગષ્ટ પર આપી શકે છે જીતની ભેટ

ભારતીય ક્રિકેટનાં ઈતિહાસમાં 15 ઓગષ્ટ 2019નો દિવસ બહુજ ખાસ સાબિત થઈ શકે છે. ટીમ ઈન્ડિયા માટે પહેલીવાર સ્વતંત્રતા દિવસનાં અવસર પર પોતાના દેશને જીતની ભેટ આપવાની તક છે. એટલેકે સ્વતંત્રતા પ્રાપ્તિ બાદ જે ક્યારેય થયુ નથી તે વિરાટ બ્રિગેડ કરવા માટે તૈયાર છે.

વાસ્તવમાં વેસ્ટઈન્ડિઝના વર્તમાન પ્રવાસમાં ટીમ ઈન્ડિયા 14 ઓગષ્ટે વન ડે સિરીઝના છેલ્લા મુકાબલા માટે ઉતરશે. માનવામાં આવી રહ્યુ છેકે, સાંજે સાત વાગ્યાથી શરૂ થનારી આ નિર્ણાયક મેચનું પરિણામ ભારતીય સમયમુજબ અડધી રાત બાદ જ આવશે. જ્યારે કેલેન્ડરમાં તારીખ બદલાઈ ગઈ હશે અને 15 ઓગષ્ટ શરૂ થઈ ગઈ હશે.

Indian Cricket team

પોર્ટ ઓફ સ્પેન સ્થિત ક્વીંસ પાર્ક ઓવલ મેદાન પર ભારતીય ટીમ ફક્ત વન ડે સિરીઝ 2-0થી પોતાના નામે નહી કરે. પરંતુ પહેલીવાર તેના માટે 15 ઓગષ્ટના દિવસે દેશવાસીઓને જીતની ખુશખબરી આપવાની તક છે. ભારતીય ટીમે સ્વતંત્રતા દિવસના દિવસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઓછી રમ્યા છે. અત્યાર સુધી ભારતીય ક્રિકેટરો પાંત ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યા છે. અને તે દરેક ટેસ્ટ મેચ હતી.

વનડે ઈન્ટરનેશનલની વાત કરીએ તો, આવું બીજી વાર થશે કે ભારતીય ક્રિકેટટીમ 14 ઓગષ્ટે મેદાન પર ઉતરશે. આ પહેલાં ભારત 1993માં 14 ઓગષ્ટે મોરાતુઆમાં શ્રીલંકાનો સામનો કર્યો હતો.પરંતુ તે સમયે તેઓ 4 વિકેટથી હાર્યા હતા.

READ ALSO

Related posts

આ તારીખે દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Nilesh Jethva

સામાન્ય માણસના બજેટમાં મળી રહી છે આ 7 સીટર કાર, જાણો તેના ફિચર્સ અને કિંમત

Kaushik Bavishi

નવા ટ્રાફિક નિયમના વિરોધમાં આવી આમ આદમી પાર્ટી, આપ્યું આ અલ્ટીમેટમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!