GSTV
Home » News » ભારત જ નહી, આ 4 દેશો પણ 15 ઑગસ્ટે જ થયાં હતાં આઝાદ

ભારત જ નહી, આ 4 દેશો પણ 15 ઑગસ્ટે જ થયાં હતાં આઝાદ

 દેશવાસીઓ બે દિવસ બાદ દેશ આઝાદીની ૭૩મી વર્ષગાંઠ ઉજવશે. સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ હશે ત્યારે અંગ્રેજોની ૨૦૦ વર્ષની ગુલામીમાંથી આઝાદ થયે આપણને ૭૨ વર્ષ થશે. આ અવસરે દેશમાં સ્વાતંત્ર્યદિનની ઉજવણી થશે. પરંતુ કદાચ ઓછા લોકો જાણતા હશે કે વિશ્વના પાંચ દેશ એવા છે કે જેઓ પોતાનો સ્વતંત્રતા દિવસ ભારત સાથે ૧પ ઓગસ્ટ ઉજવે છે. ચાલો જાણીએ ભારત સિવાય આ કયા દેશ છે.

ભારત સાથે દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, કોંગો, બહેરીન અને લિકટેસ્ટીનને પણ ૧૫મી આૅગસ્ટે આઝાદીના પર્વની ઉજવણી કરી હતી.

દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા

દક્ષિણ કોરિયા ૧૫ આૅગસ્ટ ૧૯૪૫ના રોજ આઝાદ થયું હતું. દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા આ વર્ષે તેમનો ૭પમો સ્વાતંત્ર્ય દિવસ ઉજવશે. કોરિયાએ આ દિવસે યુએસ અને સોવિયત સંઘની સેનાની મદદથી જાપાનમાંથી આઝાદી મેળવી હતી.

બહેરીન

૧૫ આૅગસ્ટ ૧૯૭૧ના દિને બહેરીને બ્રિટેન પાસેથી આઝાદી મેળવી હતી. જોકે, વર્ષ ૧૯૬૦ના દશકથી બ્રિટેન બહેરીન છોડવાની શરૂઆત કરી હતી પરંતુ ૧૫મી આૅગસ્ટે બહેરીન સાથે બ્રિટેને એક સંધિ કરી હતી. જોકે, બહેરીન સ્વાતંત્ર્યદિન ૧૬મી ડિસેમ્બરે ઉજવે છે પરંતુ તેનો ખરો સ્વાતંત્ર્યદિન તો ૧૫મી આૅગસ્ટ જ છે.

કોંગો

રિપબ્લિક ઓફએ એક મધ્ય આફ્રિકન દેશ છે જેણે ૧૫ આૅગસ્ટ ૧૯૬૦ના રોજ આઝાદ થયું હતું. કોંગો આ રીતે પોતાનો ૬૦મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરશે. વર્ષ ૧૮૮૦થી કોંગો પર ફ્રાન્સનો કબજો હતો.

લિકટંસ્ટીન

લિકટંસ્ટીનને ૧૫ આૅગસ્ટ ૧૮૬૬ના રોજ જર્મનીથી આઝાદ થયું હતું. આ દેશ વિશ્વના સૌથી નાના દેશો માનો એક છે.

Read Also

Related posts

મોદી સરકારની ‘ઉજ્જવલા યોજના’ પર મોંઘવારીનું ગ્રહણ લાગ્યું, વધતા ભાવથી કોઈ રીફિલ કરાવતું નથી

Pravin Makwana

આને કહેવાય અસલી જૂગાડ, જૂની બસોને બદલી તેમાં મહિલા ટોયલેટ ઉભા કર્યા

Pravin Makwana

બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર અમદાવાદની મુલાકાતે, રાજ્યમાં ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ બનાવવા સીએમએ કર્યો ઈશારો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!