GSTV
Home » News » સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લદ્દાખ પહોંચ્યા મહેન્દ્ર સિંહ ધોની

સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લદ્દાખ પહોંચ્યા મહેન્દ્ર સિંહ ધોની

કેન્દ્ર શાસિત ક્ષેત્ર લદ્દાખમાં સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની પહોંચી ગયા છે. ગત રાતે તેમણે આર્મી જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી. ધોની પ્રાદેશિક સેનામાં લેફ્ટિનેંટ કર્નલની માનદ રેન્ક પર છે.

દેશ આજે 73મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર માટે વિશેષ રીતે બનાવવામાં આવેલા બંધારણના અનુચ્છેદ 370માં બદલાવ બાદ હવે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવામાં આવ્યા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ આ પ્રથમ સ્વતંત્રતા દિવસ છે.

વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સેમીફાઇલમાંથી બહાર થયા બાદ ધોનીના સંન્યાસની અટકળો તેજ થઇ ગઇ હતી. ધોનીએ બે મહિના પેરાશૂટ રેજિમેન્ટને આપવા માટે બોર્ડ પાસે બ્રેક માગ્યો હતો. તે ભારતીય ટીમના વેસ્ટઇન્ડિઝ પ્રવાસનો હિસ્સો નથી.

ધોનીએ ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટમાંથી બે મહિના માટે આરામ લીધો છે. તેમણે 30 જુલાઇના રોજ ડ્યુટી સંભાળી હતી અને તેઓ 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયન સાથે લેહમાં રહેશે.

ઘાટીમાં ગત કેટલાંક દિવસોથી ધારા 144 લાગુ છે. તેવામાં ઘાટીમાં દરેક સ્થળે સઘન સુરક્ષા વ્યવસ્થા છે. સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં લેતાં લોકોને છૂટ આપવામાં આવી છે.

Read Also

Related posts

કૌભાંડ : જે ખેડૂતોનું બેંકમાં ખાતુ જ નથી તેમને સરકારે ખાતામાં સહાયની રકમ ચુકવી

Nilesh Jethva

કોરોના વાયરસનો કહેર ખાડીના દેશમાં પહોંચ્યો, ઈરાનના ઉપરાષ્ટ્રપતિને લાગ્યો ચેપ

Pravin Makwana

સરકાર વિરોધી પ્રવૃતિમાં ભાગ લેવા બદલ બાંગ્લાદેશી વિદ્યાર્થિનીને દેશ છોડવાનો આદેશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!