GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

15મી ઓગસ્ટની ઉજવણીની જાહેર થઈ ગાઈડલાઈન, રૂપાણી અને નીતિનભાઈ રહેશે અહીં હાજર

રાજ્યમાં 15 મી ઓગસ્ટના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા માટેની ગાઈડલાઈન રાજ્ય સરકારે બહાર પાડી છે. જે મુજબ, મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી કરશે. ત્યારે આ ઉજવણીમાં સોશિયલ ડિસ્ટન્સ પર ફોકસ કરવામાં આવશે. જેથી રાજ્યકક્ષાના આ કાર્યક્રમમાં ઓછી સંખ્યામાં લોકોને બોલાવવા અને માસ્ક ફરજિયાત કરવામાં આવ્યું છે.

15મી ઓગસ્ટ

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પગલાં લેવા સૂચના

રાજ્યકક્ષાની ઉજવણીમાં પેરામિલેટ્રી ફોર્સ, પોલીસ અને એનસીસીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. રાજ્યમાં રાજ્ય કક્ષા જિલ્લા તાલુકા કક્ષા અને ગ્રામ પંચાયતમાં 15 મી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી પગલાઓ લેવાની સૂચના પણ આપવામાં આવી છે.

ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ સૂચન

કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ડિજિટલ ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવાનું પણ કહેવાયું છે. રાજ્યકક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી કોરોના વોરિયર્સ, કોરોનાને માત આપી સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત આપવા માટે પણ કહેવાયું છે.

સ્ટેજ પર માત્ર 5 આમંત્રિત મહેમાનો

સાથે જ જિલ્લા કક્ષાથી ગ્રામ્ય કક્ષા સુધી ઉજવણી દરમિયાન સ્ટેજ ઉપર માત્ર પાંચ વ્યક્તિ અને આમંત્રિતોમાં 150 ની સંખ્યા રાખવા માટે પણ આદેશો કરાયા છે. 15મી ઓગસ્ટની ઉજવણી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં કરાશે.

ગાંધીનગર ખાતે યોજાશે 15મી ઓગસ્ટનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ

રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરમાં યોજાશે. રાજ્યમાં 15 મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણામાં હાજરી આપશે. અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, જામનગરમાં આર.સી.ફળદુ હાજરી આપશે.

MUST READ:

Related posts

બનાસકાંઠામાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય, અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા આદેશ

Nilesh Jethva

વડોદરામાં બુટલેગરનો તલવારથી કેક કાપતો વીડિયો વાયરલ, દારુના બોટલના આકારની બનાવી હતી કેક

Nilesh Jethva

આગામી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સી.આર.પાટીલ પહોંચ્યા ડાંગ, મંગળ ગાવીતને લઈને સસ્પેન્સ યથાવત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!