GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

LIVE : મુશ્કેલ કામ નહીં કરીશું તો દેશ આગળ કેવી રીતે વધશે ?

પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી ઝંડો ફરકાવ્યા બાદ સ્વતંત્રતા દિવસ પર્વ નિમિતે ભાષણ આપ્યું હતું. તેમણે ભારતના દેશવાસીઓને શુભકામનાઓ આપી હતી અને સ્વતંત્રતા પર્વની સાથે રક્ષાબંધનને પોતાના વક્તવ્યમાં સાંકળી લીધું હતું. તમામ ભાઈઓ બહેનોની આશા અપેક્ષા અને સ્નેહની વાત કરી હતી.

તેમણે લાલ કિલ્લાની પ્રાચીર પરથી જનતા પાસેથી અપેક્ષા માગતા કહ્યું હતું કે, 2 ઓક્ટોબરે મહાત્મા ગાંધીની જયંતી પર પ્લાસ્ટિક નાબુદીનું પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કહ્યું. દિવાળી પર આ વખતે કપડાંના થેલા લોકોને ગીફ્ટ કરવામાં આવે જેથી પ્લાસ્ટિકની નાબૂદી થાય.

જનસંખ્યા વિસ્ફોટની વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણા દેશમાં એક જાગૃત વર્ગ છે. જે આ વાતને સમજે છે. તે પોતાના ઘરમાં બાળકને જન્મ દેતા પહેલા વિચારે છે કે, હું તેની સાથે અન્યાય તો નથી કરી રહ્યોને ? તેના સપનાં પૂરા કરવા ભૂમિકા નિભાવી શકીશ કે નહીં. આજે પણ આપણા દેશમાં એક નાનો એવો વર્ગ છે જે પોતાના પરિવારનું પણ ભલુ કરે છે અને દેશનું પણ ભલુ કરે છે. તેઓ આદરના અધિકારી છે. નાનું પરિવાર રાખીને પણ તેઓ દેશભક્તિ પ્રગટ કરે છે.

તેમણે ફરી એક વખત દિલ્હીના લાલ કિલ્લા પરથી જળની વાતને આવરી લઈ કહ્યું હતું કે, આવનારા દિવસોમાં જળ જીવન મિશનને લઈ આગળ વધીશું. આ જળ જીવન મિશન રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને કામ કરશે અને આવનારા વર્ષોમાં સાડા ત્રણ લાખ કરોડથી વધારે રૂપિયા આ મિશન પાછળ ખર્ચ કરવામાં આવશે. જળ સંચય અને વેસ્ટ વોટરને ટ્રીટમેન્ટ કરવાનો વિષય હોય, ખેડૂતો માટે પણ સિંચાઈનું કોઈ કામ હોય, પાણી બચાવવાનું કોઈ કામ હોય, આ માટે સામાન્ય નાગરિક પણ પાણી અંગે સજાગ બને અને પાણીનું મહાત્મય સમજે. પાણીના સ્ત્રોતોને પુનર્જીવિત કરવા લોકો પ્રયાસ કરે. પાણીના ક્ષેત્રમાં ગત્ત 70 વર્ષોમાં જે કામ થયું તે આગામી પાંચ વર્ષમાં તેનાથી પણ ઝડપથી કામ કરવાનું છે.

ગુજરાતના મહુડીના બુદ્ધિસાગરજીની વાતને આવરી લઈ તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં મહુડી કરીને ક્ષેત્ર છે. જૈન સમુદાયના લોકો ત્યાં આવે છે. ત્યાં બુદ્ધિસાગરજી જૈન મુની બન્યા. 100 વર્ષ પહેલા તેઓ લખી ગયા હતા કે, એક દિવસ એવો આવશે જ્યારે પાણી કરિયાણાની દુકાનમાં મળતું હશે.

તેમણે દિલ્હી અને લદ્દાખના વિકાસની વાત કરતા જણાવ્યું હતું કે, હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ સુખ સમૃદ્ધી માટે પ્રેરક બની શકે છે. ભારતની વિકાસયાત્રામાં આગળ વધી શકે છે. નવી વ્યવસ્થા સીધા નાગરિકોના હિતોમાં કામ કરશે. હવે જમ્મુ કાશ્મીરનો સામાન્ય નાગરિક પણ દિલ્હી સરકારને પૂછી શકે છે.

તેમણે વિરોધીઓની ટીકા કરતા કહ્યું હતું કે, જે લોકો 370ના પક્ષમાં વકિલાત કરી રહ્યા છે, તો તેમને દેશ પૂછી રહ્યો છે કે, 370 અને 35A હટાવવું અનિવાર્ય હતું તો શા માટે તેને હટાવ્યું નહીં. ટેમ્પરરી શા માટે કરીને રાખ્યું. મારા માટે દેશ જ ભવિષ્ય છે રાજનીતિક ભવિષ્ય નથી.

તેમણે અલગાવવાદ અને આતંકવાદ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ગત્ત 70 વર્ષોમાં આ વ્યવસ્થાએ અલગાવવાદને જન્મ આપ્યો, આતંકવાદને જન્મ આપ્યો, પરિવારવાદને જન્મ આપ્યો.

370 અને 35A વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે અમે સમસ્યાને ટાળતા પણ નથી અને સમસ્યાને પાળતા પણ નથી. હવે ટાળવા અને પાળવાનો પણ વખત નથી. જે કામ પાછલા 70 વર્ષથી નહોતું થયું તે કામ નવી સરકાર બનતા 70 દિવસની અંદર થઈ ગયું. ભારતની બંન્ને સદનોમાંથી બિલ પસાર થયું. તેનો અર્થ એ થયો કે દરેક વ્યક્તિના દિલમાં આ વાત હતી પણ પ્રારંભ કોણ કરે અને આગળ કોણ આવે તેની જ રાહ હતી.

પાંચ વર્ષની અંદર જ સૌના વિશ્વાસ અને સૌના વિકાસના રંગથી સંપૂર્ણ માહોલને રંગી દીધો. જે આગામી સમયમાં દેશવાસીઓની સેવા કરવાનું સામર્થ્ય આપ્યું. તેમણે કહ્યું કે દેશનો કોઈ પક્ષ કે મોદી ચૂંટણી નહોતો લડી રહ્યો પણ દેશ ચૂંટણી લડી રહ્યો હતો.

તેમણે દેશને મોટિવેટ કરતા કહ્યું હતું કે, સમસ્યાઓનું સમાધાન અને તેની સાથે સાથે સંકલ્પ સિદ્ધી તરફ આપણે સાથે સાથે ચાલવાનું છે. સમાધાનથી સ્વાવલંબન તરફ ગતિ વધે છે. જ્યારે સ્વાવલંબન વધે છે ત્યારે સ્વાભિમાન ઉજાગર વધે છે.

તેમણે ફરી એક વખત તીન તલ્લાકનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, મુસ્લિમ દિકરીઓ… આપણી બહેનો પર ત્રણ તલ્લાકની તલવાર લટકતી હતી. તીન તલ્લાકનો ભય તેને જીવવા નહોતો દેતો તેને મજબૂર કરી દેતો હતો. દુનિયાના ઘણા ઈસ્લામિક રાષ્ટ્રોએ પણ આ કુપ્રથાને આપણી પહેલા ખત્મ કરી દીધી. પણ કોઈના કોઈ કારણે આપણે હિંચકાતા હતા. જો આ દેશમાં આપણે સતિપ્રથા અને ભ્રૂણહત્યા પૂર્ણ કરી શકીએ, દહેજ પૂર્ણ કરી શકીએ તો શા માટે ત્રણ તલ્લાક વિરૂદ્ધ અવાજ ન ઉઠાવીએ.

હાલમાં પડેલા વરસાદના કારણે દેશના અઢળક વિસ્તારોમાં લોકોને મુશ્કેલી પડી રહી છે જેના વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશ આઝાદીનું પર્વ મનાવી રહ્યું છે ત્યારે દેશના ઘણાં વિસ્તારોમાં અતિ વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં છે. તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરૂં છું.

આ સાથે જ તેમણે ભારતના વીર જવાનોને યાદ કર્યા હતા જેમણે ભારતની આઝાદીમાં પોતાનું બલિદાન આપ્યું. તેમણે કહ્યું હતું કે, આઝાદીના પવિત્ર દિવસ પર દેશની આઝાદી માટે જેમણે પોતાનું જીવન આપી દીધું જેમણે પોતાની જવાની આપી દીધી જેમણે ફાંસીના ફંદાને ચુંમી પુજ્ય બાપુના નેતૃત્વમાં આઝાદી મેળવી. આજે હું તે તમામ ત્યાગી તપસ્વીઓને યાદ કરૂં છું.

વધુમાં તેમણે પોતાના ભાષણમાં કહ્યું હતું કે, આજે આઝાદ ભારતમાં વિકાસ માટે, શાંતિ માટે, સમૃદ્ધિ માટે અને લોકોની આકાંક્ષા પૂર્ણ કરવા કટીબદ્ધ છીએ. આજ લાલ કિલ્લામાં ફરી એકવાર આપ સૌને ગૌરવ આપવાનું અવસર પ્રદાન થયું છે.

સરકારે દસ અઠવાડિયાની અંદર શું કર્યું તેની ઝાંખી પૂરી પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દસ અઠવાડિયાના નાના એવા કાર્યકાળમાં પણ તમામ ક્ષેત્રો અને દિશામાં દરેક પ્રકારના પ્રયાસોને બળ આપવામાં આવ્યું છે નવા આયામ આપવામાં આવ્યા છે. તેમણે પોતાના ભાષણમાં કલમ 370ના હટવા અને સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને સાકાર કરવાની વાત કરી હતી, સાથે જ મુસ્લિમ બહેનોને અધિકાર આપવા માટે તીન તલ્લાકના બિલને હટાવ્યું તેને પણ પોતાના ભાષણમાં ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ તિરંગો લહેરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો. શાહજહાંએ લાલ કિલ્લાને બનાવડાવ્યો ત્યાર બાદથી આ કિલ્લા પર તિરંગો લહેરાવવામાં આવે છે. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. પીએમ મોદીએ સતત

દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

સ્વાતંત્ર્યતા દિવસના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધિત કરવાના છે. ત્યારે દિલ્હીમા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર દિલ્હીમાં સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, સેના અ એસપીજી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. એક ઈન્ટેલિજેન્સ એલર્ટ બાદ લાલ કિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસે હજારો કર્મચારી અને અર્ધસૈનિક દળોની ટુકડી તૈનાત કરી છે. લાલ કિલ્લા પાસે સેંકડો સીસીટીવી કેમેરા લગાવવામાં આવી છે. જે સાથે જ આ વિસ્તારની ઈમારતોની છત પર પણ રાફઈલ સાતે સુરક્ષાકર્મીઓ તૈનાત છે. એજન્સીએ દિલ્હી શહેરમાં 17 સ્થળો ચિન્હીત કર્યા છે.જ્યાં હુમલો થઈ શકે છે.

રાજનાથ સિંહે પોતાના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો. તેમની સાથે એસપીજીના કમાન્ડોએ પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. રાજનાથસિંહે સુરક્ષાકર્મીઓને મીઠાઈ ખવડાવી સ્વતંત્રતા પર્વની શુભકામના દેશવાસીઓને પાઠવી હતી.

રાજઘાટ પર મહાત્મા ગાંધીને પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવતા પહેલા રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશભરમાં આજે ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે દિલ્હીમાં પણ સ્વતંત્રતા પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.

Read Also

Related posts

વિરમગામ નગર પાલિકામાં સ્થાનિકોનો ભારે હોબાળો, ગટર ઉભરાવાની સમસ્યાથી છે પરેશાન

pratik shah

અબડાસાની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસ પાટીદારને ટીકીટ આપે તેવી શક્યતાઓ, ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ

pratik shah

મોદીની લેહ મુલાકાત વચ્ચે વિદેશ મંત્રાલયનું આવ્યું મોટું નિવેદન, શાંતિ જાળવવી એ અમારા હાથમાં નથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!