GSTV
Home » News » 73મો સ્વતંત્રતા દિવસ- LIVE UPDATE DELHI

73મો સ્વતંત્રતા દિવસ- LIVE UPDATE DELHI

સમગ્ર દેશ 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી સાથે દેશભક્તિના રંગમાં રંગાયેલો છે. ત્યારે પીએમ નરેન્દ્ર મોદી છઠ્ઠી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે. આ ઉપરાંત તેઓ સતત છઠ્ઠી વખત સ્વતંત્રતા દિવસ પર ભઆ. પ્રચંડ જનાદેશથી સત્તામાં વાપસી બાદ આ તેમનું પ્રથમ ભાષણ હશે. મનાઇ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર અંગે કરવામાં આવેલા ઐતિહાસીક નિર્ણયથી લઇને અર્થતંત્રની સ્થિતિ સુધી તેઓ જુદા જુદા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પીએમ મોદી 15 ઓગષ્ટના પોતાના સંબોધનનો ઉપયોગ પહેલા કાર્યકાળમાં સરકારની મહત્વકાંક્ષી પ્રોજેટ સ્વચ્છ ભારત. આયુષ્યમાન ભારત. અને અવકાશમાં માનવ મિશનની જાહેરાત માટે કરી ચુક્યા છે. ત્યારે સંભાવના છે કે આ વખતે તેઓ પોતાની સરકારના કામકાજના લેખાજોખા રજૂ કરી શકે છે.. આ ઉપરાંત પીએમ મોદી આર્થિક મંદીને લઇને વ્યક્ત થઇ રહેલી ચિંતા અંગે પણ કોઇ એલાન કરી શકે છે.

પ્રધાનમંત્રીએ તિરંગો લહેરાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશની આન બાન શાન એવા તિરંગાને લહેરાવ્યો. શાહજહાંએ લાલ કિલ્લાને બનાવડાવ્યો ત્યાર બાદથી આ કિલ્લા પર તિરંગો લહેરાવવામાં આવે છે. લાલ કિલ્લો દેશની અનેક ઘટનાનો સાક્ષી છે. પીએમ મોદીએ સતત

દિલ્હીમાં સઘન સુરક્ષા વ્યવસ્થા

સ્વાતંત્ર્યતા દિવસના પર્વ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાની પ્રાચીરથી દેશવાસીઓને સંબોધિત કરવાના છે. ત્યારે દિલ્હીમા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર દિલ્હીમાં સ્થાનિક પોલીસ, સુરક્ષાકર્મી, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, સેના અ એસપીજી કમાન્ડો તૈનાત કરવામાં આવ્યા છે. એક ઈન્ટેલિજેન્સ એલર્ટ બાદ લાલ કિલ્લા અને તેની આસપાસ દિલ્હી પોલીસે હજારો કર્મચારી અને અર્ધસૈનિક દળોની ટુકડી તૈનાત કરી છે. લાલ કિલ્લા પાસે સેંકડો સીસીટીવી કેમેરા લગાવવામાં આવી છે. જે સાથે જ આ વિસ્તારની ઈમારતોની છત પર પણ રાફઈલ સાતે સુરક્ષાકર્મીઓ તૈનાત છે. એજન્સીએ દિલ્હી શહેરમાં 17 સ્થળો ચિન્હીત કર્યા છે.જ્યાં હુમલો થઈ શકે છે.

રાજનાથ સિંહે પોતાના નિવાસસ્થાને ત્રિરંગો લહેરાવ્યો

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો. તેમની સાથે એસપીજીના કમાન્ડોએ પણ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી. રાજનાથસિંહે સુરક્ષાકર્મીઓને મીઠાઈ ખવડાવી સ્વતંત્રતા પર્વની શુભકામના દેશવાસીઓને પાઠવી હતી.

રાજઘાટ પર મહાત્મા ગાંધીને પ્રધાનમંત્રીએ આપી શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પર તિરંગો લહેરાવતા પહેલા રાજઘાટ પર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. દેશભરમાં આજે ૭૩માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી. ત્યારે દિલ્હીમાં પણ સ્વતંત્રતા પર્વની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી.

Read Also

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!