INDvAUS: 3 ટેસ્ટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લેનાર ટૉપ-5 બોલર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી 4 ટેસ્ટ મેચની સીરીઝનો ત્રીજો મુકાબલો મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઇ રહ્યો છે. ત્રીજા ટેસ્ટના અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 2 વિકેટની જરૂર છે, જ્યારે ઓસ્ટ્રેલિયાને 141 રનની.

આ અગાઉ રમાયેલી 2 ટેસ્ટ મેચોમાં ભારત અને ઓસ્ટ્રેલિયાએ 1-1 મેચ જીતી છે. તો આવો આજે અમે એવા ટૉપ-5 બોલરો વિશે વાત કરી રહ્યાં છે, જેણે આ સીરીઝમાં સૌથી વધુ વિકેટ લીધી છે.

આ યાદીમાં પ્રથમ સ્થાને ભારતીય ટીમના યૉર્કરમેન ઝડપી બોલર જસપ્રીત બુમરાહ છે. બુમરાહે 3 ટેસ્ટમાં અત્યાર સુધી સૌથી વધુ 19 વિકેટ પ્રાપ્ત કરી છે.

આ યાદીમાં બીજા સ્થાને સ્થિત ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોને 3 મેચમાં 17 વિકેટ લીધી છે. આ સીરીઝમાં ભારતીય ટીમને સૌથી વધુ પરેશાન નાથન લિયોને જ કર્યો છે.

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમી આ યાદીમાં ત્રીજા સ્થાને છે. શમીએ આ શ્રેણીમાં 3 મેચમાં અત્યાર સુધી 14 વિકેટ લીધી છે.

ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયાના હરફનમૌલા ખેલાડી પેટ કમિન્સે 3 મેચમાં અત્યાર સુધી 14 વિકેટ પ્રાપ્ત કરી છે. ત્રીજી ટેસ્ટમાં ભારતને સૌથી વધુ પરેશાન કમિન્સે જ કર્યો છે.

ઊંચા કદના ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર મિશેલ સ્ટાર્કે 3 મેચમાં 12 વિકેટ લીધી છે અને તેઓ આ યાદીમાં પાંચમા સ્થાને છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter