GSTV
Gujarat Government Advertisement

ફાયદો/ આ રીતે બુક કરો LPG ગેસ સિલિન્ડર, મળશે 50 રૂપિયા સસ્તો

lpg

Last Updated on February 15, 2021 by Bansari

LPG ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder)ની કિંમત એકવાર ફરીથી વધી ગઇ છે. 10 દિવસની અંદર બે વખત LPG ગેસની કિંમત વધી છે. ફેબ્રુઆરીના મહિનામાં અત્યાર સુધી LPG ગેસ સિલિન્ડર 75 રૂપિયા મોંઘો થઇ ગયો છે. તેવામાં જો તમે ઓછી કિંમતે LPG ગેસ સિલિન્ડર ખરીદવા માંગતા હોય તો આ તમારા માટે એક સારો મોકો છે.  તમે બજાર ભાવથી 50 રૂપિયા ઓછી કિંમતે LPG ગેસ સિલિન્ડર ખરીદી શકો છો. સરકારી તેલ કંપની ઇન્ડિયન (Indane)એ ટ્વીટ કરીને આ વિશે ગ્રાહકોને જાણકારી આપી છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે સસ્તામાં LPG બુક કરાવી શકો છો.

LPG

ઇન્ડિયન ઑયલની ટ્વીટ અનુસાર, Indane રાંધણ ગેસ ગ્રાહક હવે એમેઝોન પે (Amazon Pay) દ્વારા LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ કરી શકો છો. આ સાથે જ કંપનીએ કહ્યું કે Amazon Pay દ્વારા પહેલીવાર સિલિન્ડર બુક કરાવા અને પેમેન્ટ કરવા પર ગ્રાહકોને 50 રૂપિયાનું કેશબેક મળશે. આ કેશબેક ફક્ત એકવાર માટે છે.

આ રીતે કરો બુકિંગ

તેના માટે તમારે Amazon Pay ના પેમેન્ટ ઓપ્શનમાં જવાનું રહેશે. તે બાદ પોતાના ગેસ સર્વિસ પ્રોવાઇડરને સિલેક્ટ કરો અને ત્યાં પોતાનો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા LPG નંબર નાંખો. તમારે એમેઝોન પે દ્વારા પેમેન્ટ કરવાનુ છે.

lpg

આ નંબરથી કરાવો LPG સિલિન્ડરનું બુકિંગ

દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપનીએ તમામ સર્કિલ માટે એક જ નંબર જારી કર્યો છે, તેનો અર્થ એ છે કે હવે ઇંડેન ગેસના દેશભરના ગ્રાહકોને LPG સિલિન્ડર બુક કરાવા માટે 7718955555 પર કૉલ અથવા એસએમએસ મોકલવાનો રહેશે.

10 દિવસમાં બે વાર વધ્યા LPG ગેસની કિંમત

ફેબ્રુઆરીના મહિનામાં અત્યાર સુધી રાંધણ ગેસ 75 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે. આજે 50 રૂપિયા અને 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે. આ રીતે ફેબ્રુઆરીના મહિનામાં અત્યાર સુધી રાંધણ ગેસ 75 રૂપિયા મોંઘો થઇ ચુક્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!