GSTV
Gujarat Government Advertisement

હવે આવી ગયું ઇન્ડેનનું આ ખાસ તેજ સિલિન્ડર, જેનાથી 14% ઝડપથી બનશે જમવાનું અને આ છે ખાસ વાત

સિલિન્ડર

Last Updated on April 22, 2021 by Damini Patel

ઇન્ડિયન ઓઇલ હવે ખાસ રીતે સિલિન્ડર લઇને આવ્યું છે. જો આ ખાસ પ્રકારના સિલિન્ડરની વાત કરીએ તો એના નામથી જ સમજી શકાય છે કે આ અન્ય સિલિન્ડરથી ઘણું અલગ છે. આ સિલિન્ડરનું નામ છે એક્સ્ટ્રા તેજ (Indane Xtra Tej Cylinder). તમે વિચારી રહ્યા હશો કે આમા એવું શું એક્સ્ટ્રા તેજ છે અને કઈ રીતે આ અન્ય સિલિન્ડરથી અલગ છે. દેખાવામાં આ અન્ય સિલિન્ડર જેવું જ છે, પરંતુ આ લીલા કલરનુ છે અને એમાં માત્ર જલ્દી જમવાનું જ બનતું નથી પરંતુ એનો ઉપયોગ કરવા પર 5% ફ્યુલની બચત પણ થશે.

એવામાં જાણીએ કે એમાં એવું શું ખાસ છે અને કઈ રીતે સિલિન્ડરોથી અલગ છે. સાથે કે વાત કરશું કે કઈ રીતે આની કિંમત પણ અન્ય સિલિન્ડરોથી અલગ છે અથવા નહિ. ઇન્ડિયન ઓઇલ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ, આ સિલિન્ડર કમર્શિયલ ગ્રાહકો માટે છે અને કેવી રીતે ગ્રાહકો માટે ફાયદાકારક છે.

શુ છે એક્સ્ટ્રા તેજ સિલિન્ડર ?

આ સિલિન્ડર કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીના ઉપયોગ માટે છે. આ ઘરેલુ ગેસના રૂપમાં ઉપયોગ કરવા માટે નથી. આનો ઉપયોગ ઘરેલુ કુકીંગ માટે નહિ કરી શકાય અને આને મોટા પ્રોજેક્ટો માટે જ ઉપયોગમાં લઇ શકાય છે.

આના શું ફાયદા છે ?

આ સિલિન્ડરની ખાસ વાત છે કે ઇન્ડેન એક્સ્ટ્રા તેજની ફ્લેમ ઘણી તેજ હોય છે એટલે તેજ પ્રેસરથી ગેસ છોડે છે. સાથે જ એનો ઉપયોગ 5% સુધી LPGની બચત થાય છે. જો આ સિલિન્ડર પર જમવાનું બનવવામાં આવે તો એનાથી કુકીંગમાં ટાઈમ બચે છે અને એનાથી 14% સુધી કુકીંગ ટાઈમ ઓછો લાગે છે. જો કે, એનું પ્રેસર વધુ હોય છે માટે ઘરેલુ ઉપયોગમાં નહિ લઇ શકાય.

કેટલા કિલોનું આવે છે સિલિન્ડર ?

જો ઇન્ડેન એક્સ્ટ્રા સિલિન્ડરની વાત કરીએ તો આ 19 કિલો, 47.5 કિલો અને 425 કિલોની કેપેસીટીમાં ઉપલબ્ધ છે.

ક્યાં મળી રહ્યું છે આ સિલિન્ડર ?

આ સિલિન્ડરને ડિસ્ટ્રીબ્યુટર પાસે સરળતાથી ખરીદી શકાય છે. ઇન્ડિયન ઓઇલની અધિકારીક વેબસાઈટ અનુસાર એક્સ્ટ્રા તેજ સિલિન્ડરને જલ્દી પુરા દેશમાં વેચવામાં આવશે અને કેટલાક શહેરોમાં આ ઉપલબ્ધ છે. એને કોઈ પણ ઇન્ડેન ગ્રાહક ખરીદી શકાય છે.

કિંમતોમાં કેટલું હશે અંતર ?

ત્યાં જ કિંમતની વાત કરીએ તો એક્સ્ટ્રા તેજ સિલિન્ડરની પ્રાઈઝ નોર્મલ નોન ડોમેસ્ટિક સિલિન્ડર બરાબર છે. એના માટે તમારે એક્સ્ટ્રા પૈસા આપવાની જરૂરત નથી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!