GSTV
Home » News » એક..બે…પાંચ..દસ…ભારત સામેની ટી-20માં વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરોએ એટલી સિક્સર ફટકારી, બની ગયો ગજબ રેકોર્ડ

એક..બે…પાંચ..દસ…ભારત સામેની ટી-20માં વેસ્ટઇન્ડીઝના ક્રિકેટરોએ એટલી સિક્સર ફટકારી, બની ગયો ગજબ રેકોર્ડ

ભારત સામે ત્રણ ટી-20 મેચની સીરીઝની પહેલી મેચમાં વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ ટીમે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટૉસ હારીને પહેલાં બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટઇન્ડીઝ ભારતની સામે ટી-20માં તેના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ બની ગઇ છે.

આ મેચમાં વેસ્ટઇન્ડીઝની ટીમે કુલ 15 સિક્સર ફટકારી. તેની પહેલાં પણ આ રેકોર્ડ વેસ્ટઇન્ડીઝના નામે હતો. વેસ્ટઇન્ડીઝમાં રમતાં યજમાન ટીમ સામે વર્ષ 2016માં કુલ 11 સિક્સર ફટકારી હતી. આ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાઇ હતી.

આ મામલે ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજા નંબરે છે. ન્યૂઝીલેન્ડે વર્ષ 2017માં રાજકોટ ટી-20માં ભારત વિરુદ્ધ 10 સિક્સર ફટકારી હતી. સાથે જ શ્રીલંકાની ટીમે પણ 2017માં ભારત વિરુદ્ધ ઇન્દોર ટી-20માં 10 સિક્સર ફટકારી હતી.

હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં વેસ્ટઇન્ડીઝની ટીમે ધમાકેદાર બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 2017 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. વેસ્ટઇન્ડિઝ માટે શેમરોન હેટમાયરે સૌથી વધુ 56 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.

હેયમાયર ઉપરાંત ઇવન લુઇસે દમદાર 40 રન ફટકાર્યા જ્યારે કેપ્ટન કીરોન પોલાર્ડે 37 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યુ. સાથે જ બ્રેડન કિંગે 31 રનની ઇનિંગ રમી.

ભારત માટે સૌથી વધુ યુજવેન્દ્ર ચહલે બે વિકેટ માટે જ્યારે દીપક ચહર, વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ લીધી.

ટીમ ઇન્ડિયાનો શાનદાર વિજય

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ 50 બોલમાં 94 અને લોકેશ રાહુલે 62 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની આ સતત સાતમી જીત છે.

વિરાટ કોહલીએ 50 બોલમાં 94 રનની ઈનિંગ રમી

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટાર્ગેટનો પીછો કરવામા માહેર છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં વેસ્ટઇન્ડિઝ સામે પ્રથમ ટી-20માં પણ તેણે આ જ કર્યુ. જો કે શરૂઆતમાં તેને રન બનાવવામાં થોડી મુશ્કેલી થઇ. પ્રથમ 20 બોલમાં તેણે ફક્ત 20 જ રન બનમાવ્યા. વચ્ચે કોહલી પોતાનીજાતથી એટલો નારાજ થઇ ગયો કે પોતાનીજાતને જ ગાળો ભાંડતો નજરે આવ્યો. જો કે તે બાદ તેણે 30 બોલમાં 74 રન ફટકારી દીધાં.

લોકેશ રાહુલે 62 રન બનાવ્યા

કેએલ રાહુલ અને વિરાટ કોહલીના દમ પર ભારતે વેસ્ટ ઇન્ડીઝ દ્વારા અપાયેલા 208 રનના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. ટી -20 માં ભારત દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું આ સૌથી મોટું લક્ષ્ય હતુ. આ અગાઉ ભારતે શ્રીલંકા સામે 2009 માં 207 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા 8 રન બનાવી આઉટ થયો હતો. હેત્મીયરે ખેરી પિયરનાં બોલ પર કેચ ઝડપ્યો હતો. રાહુલે કોહલી સાથે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ 62 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પણ ખૈરી પિયરે ઝડપી હતી.

શરૂઆતથી જ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ફ્લેટ પિચ પર આક્રમક બેટીંગ કરી રહ્યા હતા. એવિન લુઇસે 17 બોલમાં તોફાની 40 રન બનાવ્યા. જ્યારે બ્રેન્ડન કિંગે 31 રનનું યોગદાન આપ્યું હતુ. ત્યારે અન્ય બેટ્સમેન હેટમેયર (56 રન) અને કેપ્ટન કિરોન પોલાર્ડ (37 રન) પણ સંપૂર્ણ રીતે આક્રમક રંગમાં જોવા મળ્યા હતા.

Read Also

Related posts

એણે મારું ગાઉન ખેંચ્યુ, મારા પર ચડી ગયો અને…આપવીતી જણાવતાં કોર્ટમાં રડી પડી આ ફેમસ એક્ટ્રેસ

Bansari

કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

Mayur

આ હોટ એક્ટ્રેસને ફ્લેટ ખરીદવામાં થઈ રહી છે અડચણ, આ સુપરસ્ટાર સાથે જ જોઈએ છે ફ્લેટ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!