GSTV
Home » News » IND vs WI: વિરાટ-રાહુલનો ધમાકો, ભારતની ટી-20 મેચમાં શાનદાર જીત

IND vs WI: વિરાટ-રાહુલનો ધમાકો, ભારતની ટી-20 મેચમાં શાનદાર જીત

હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી -20 મેચમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ત્રણ મેચની ટી -20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલીએ 50 બોલમાં 94 અને લોકેશ રાહુલે 62 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતની આ સતત સાતમી જીત છે.

વિરાટ કોહલીએ 50 બોલમાં 94 રનની ઈનિંગ રમી

લોકેશ રાહુલે 62 રન બનાવ્યા

કેએલ રાહુલ અને વિરાટ કોહલીના દમ પર ભારતે વેસ્ટ ઇન્ડીઝ દ્વારા અપાયેલા 208 રનના વિશાળ લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો. ટી -20 માં ભારત દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલું આ સૌથી મોટું લક્ષ્ય હતુ. આ અગાઉ ભારતે શ્રીલંકા સામે 2009 માં 207 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 18.4 ઓવરમાં 4 વિકેટે 209 રન બનાવ્યા હતા.

રોહિત શર્મા 8 રન બનાવી આઉટ થયો હતો. હેત્મીયરે ખેરી પિયરનાં બોલ પર કેચ ઝડપ્યો હતો. રાહુલે કોહલી સાથે બીજી વિકેટ માટે 100 રનની ભાગીદારી કરી હતી. લોકેશ રાહુલ 62 રન બનાવીને આઉટ થયો હતો. તેની વિકેટ પણ ખૈરી પિયરે ઝડપી હતી.

શરૂઆતથી જ વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ ફ્લેટ પિચ પર આક્રમક બેટીંગ કરી રહ્યા હતા. એવિન લુઇસે 17 બોલમાં તોફાની 40 રન બનાવ્યા. જ્યારે બ્રેન્ડન કિંગે 31 રનનું યોગદાન આપ્યું હતુ. ત્યારે અન્ય બેટ્સમેન હેટમેયર (56 રન) અને કેપ્ટન કિરોન પોલાર્ડ (37 રન) પણ સંપૂર્ણ રીતે આક્રમક રંગમાં જોવા મળ્યા હતા.

ભારત :

 કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, રાહુલ, પંત, પાંડે, ઐયર, દુબે, જાડેજા, સુંદર, ચહલ, કુલદીપ, દીપક ચહર, ભુવેશ્વર કુમાર, મોહમ્મદ શમી

વિન્ડિઝ : 

પોલાર્ડ (કેપ્ટન), એલન, કોટરેલ, હેતમાયેર, હોલ્ડર, બ્રેન્ડન કિંગ, લુઈસ, કિમો પોલ, પિયરે, રામદીન, રૃથરફોર્ડ, સિમોન્સ, વોલ્શ જુનિયર, કે. વિલિયમ્સ.

READ ALSO

Related posts

આજે ભર શિયાળે માવઠાની એન્ટ્રીની આગાહી, આ વિસ્તારોમાં મેઘરાજા બનશે ‘મહા’વિલન

Mayur

મહારાષ્ટ્રમાં છેલ્લા ચાર વર્ષમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધ્યા, 2019નો આંકડો જાણી કંપારી છૂટી જશે

Mayur

ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકન એમ્બેસી પર પાંચ રોકેટથી હુમલો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!