GSTV

ટેસ્ટમાં પણ બુમરાહની ધમાલ, ધારદાર બોલીંગથી તોડ્યો મોટા-મોટા દિગ્ગજોનો આ રેકોર્ડ

વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઇન્ડિયાની સ્થિતી મજબૂત થઇ ગઇ છે બીજા દિવસની રમત પૂરી થવા સુધી ભારતીય બોલર્સે 189 રન પર યજમાન ટીમને આઠ વિકેટ આપી દીધી. ઇશાંત શર્માને જ્યાં પાંચ સફળતા મળી, સાથે જ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી.

યોર્કરમેન બુમરાહને અત્યાર સુધી ડેરેન બ્રાવોના રૂપમાં એકમાત્ર સફળતા મળી છે પરંતુ તેણે આ એક વિકેટથી જ વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીનો મોટો રેકોર્ડ તોડી નાંખ્યો છે. ડેરેન બ્રાવો બુમરાહની ટેસ્ટ કરિયરનો 50મો શિકાર બન્યો.

બુમરાહની આ 11મી ટેસ્ટ મેચ છે અને તેની સાથે જ તેણે 50 વિકેટ લઇને મોટો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બુમરાહે ભારતીય ફાસ્ટ બોલર્સમાં સૌથી ફાસ્ટ 50 વિકેટ લેવાના મામલે વેંકટેશ અને શમીનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. બંનેએ આ મુકામ 13 ટેસ્ટ મેચમાં હાસેલ કર્યો હતો.

જો કે ભારત તરફથી સૌથી ફાસ્ટ 50 વિકેટ લેવાનો રેકોર્ડ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે નવ ટેસ્ટ મેચમાં જ આ મુકામ હાંસેલ કર્યો હતો. તે બાદ લેગ સ્પિનર અનિલ કુંબલે અને નરેન્દ્ર હિરવાની, હરભજન સિંહ અને બુમરાહનો નંબર આવે છે. આ યાદીમાં અશ્વિન ભલે ટૉપ પર હોય પરંતુ બોલના હિસાબે જોવામાં આવે તો બુમરાહે સૌથી ફાસ્ટ 50 વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બુમરાહે 2465મા બોલ પર આ ઉપલબ્ધિ મેળવી છે જ્યારે અશ્વિને 2597 બોલ પર 50મી વિકેટ લીધી હતી.

મહત્વનું છે કે બીજા દિવસની રમત પૂરી થવા સુધી વેસ્ટઇન્ડીઝની ટીમ ભારતથી 108 રન પાછળ છે. વેસ્ટઇન્ડીઝ તરફથી સૌથી વધુ 48 રન રોસ્ટન ચેઝે બનાવ્યાં છે.

Read Also

Related posts

VIDEO: આખરે આ વીડિયોમાં એવું તે શું છે કે લાખો લોકો જોઈ રહ્યા છે, તમે પણ જુઓ અને નક્કી કરો આ ભાઈનો પ્લાન શું છે !

Pravin Makwana

IPL 2020: રાજસ્થાન રોયલ્સનો પડકાર શમી ગયો, કોલકાતાનો શાનદાર વિજય

Pravin Makwana

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો પરનો પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી લંબાયો, DGCAએ બહાર પાડ્યો સર્કુલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!