GSTV

શ્રીલંકાને ત્રીજી વન ડેમાં હરાવી ભારતનો સિરીઝ પર કબજો, બૂમરાહ-રોહિત ઝળક્યા

Last Updated on August 28, 2017 by

જસપ્રીત બૂમરાહની ઘાતક બોલિંગ બાદ રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે થયેલી અણનમ 157 રનની ભાગાદીરીની મદદથી ભારતે રવિવારે પલ્લીકેલમાં રમાયેલી ત્રીજી વન ડેમાં યજમાન શ્રીલંકાને 6 વિકેટથી હરાવ્યું હતું. શ્રીલંકાના 218 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમે 45.1 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યો હતો.  જીત સાથે ભારતીય ટીમે પાંચ વન ડે મેચની સિરીઝ 3-0થી સિરીઝ જીતી છે.

શ્રીલંકાએ આપેલા 218 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર શિખર ધવન માત્ર 5 રનના સ્કોરે આઉટ થયા બાદ કપ્તાન વિરાટ કોહલી પણ 3 રનના અંગત સ્કોરે આઉટ થતાં ટીમને ઝટકો લાગ્યો હતો. 19 રનના સ્કોરે ટૉચની 2 વિકેટ ગુમાવ્યા બાદ એક તરફ ઓપનર રોહિત શર્મા ક્રિઝ પર શ્રીલંકન બોલરો સામનો કરી રહ્યો હતો ત્યારે તેની સાથે લોકેશ રાહુલ રમતમાં જોડાયો હતો.

61 રનમાં 4 વિકેટ ગુમાવ્યા બાદ ધોની-રોહિતે બાજી સંભાળી

લોકેશ રાહુલ પણ 17 રન બનાવી આઉટ થયા બાદ કેદાર જાધવ ખાતુ ખોલાવ્યા વગર પેવેલિયન ભેગો થતાં 61 રનમાં 4 વિકેટ ગુમાવતા ટીમ મુશ્કેલીમાં મૂકાઇ હતી. જો કે, રોહિત શર્મા અને પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ શાનદાર બેટિંગ કરતા ટીમને જીત નજીક લઇ ગયા હતા.

શ્રીલંકાને હારતા જોઇ દર્શકોના  હંગામા વચ્ચે મેચ રોકાઇ

ભારતે 44 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 210 રન બનાવ્યા હતા ત્યારે 44મી ઓવર બાદ દર્શકોના હંગામાના કારણે મેચ અટકાવાઇ હતી. શ્રીલંકાની ટીમને હારતા જોઇને દર્શકોએ મેદાન પર બોટલો ફેંકી હતી. ત્યાર બાદ થોડાક સમય માટે મેચ રોકવાની ફરજ પડી હતી. ત્યાર બાદ મેચ શરૂ થતાં ભારતીય ટીમે 45.1 ઓવરમાં 218 રન બનાવી જીત હાંસલ કરી હતી.

રોહિતે 12મી સદી અને ધોનીએ 67મી અર્ધ સદી ફટકારી

રોહિત શર્માએ 16 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 124 રન અને મહેન્દ્રસિંહ ધોનીએ 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 67  રન બનાવ્યા હતા. રોહિત શર્મા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે પાંચમી વિકેટ માટે અણનમ 157 રન બનાવ્યા હતા.શ્રીલંકા તરફથી મલિંગા, ફનાર્ન્ડોને 1-1 વિકેટ તેમજ ધનંજયને 2 વિકેટ મળી હતી.

આ પહેલા ટૉસ જીતી પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમે લાહિરુ થિરિમાનેના શાનદાર 80 રનની મદદથી નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 217 રન બનાવ્યા હતા. નિરોશન ડિકવેલાએ 13, એન્જેલો મૈથ્યૂઝે 11, કુશલ મેન્ડિસે 1, ચમારા કાપૂગેડરાએ 14, દિનેશ ચાંદીમલે 36, મિલિન્ડા સિરિવર્ધાનાએ 29 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બૂમરાહે 27 રન આપી 5 વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલ, કેદાર જાધવ અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી.

Related posts

કોરોનાના સૌથી વધુ કેસોમાં અમદાવાદ ફરી ‘એપી સેન્ટર’ પુરવાર, રાજ્યમાં માત્ર એક જ દિવસમાં 60%નો ઉછાળો

Dhruv Brahmbhatt

લ્યો બોલો! આ વખતે કચ્છ નહીં પરંતુ રાજ્યના આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, નોંધાઇ 3.4 તીવ્રતા

Dhruv Brahmbhatt

એક વર્ષ પછી સમેટાશે ખેડૂત આંદોનલ ! બધી માગ સ્વિકારવા કેન્દ્ર તૈયાર, આજે લેવાશે નિર્ણય

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!