GSTV

ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત હતી, પણ 8 નંબરે આવીને દીપક ચાહરે કમાલ કરી, સીરિઝ પર ભારતે કબ્જો જમાવ્યો

Last Updated on July 21, 2021 by Pravin Makwana

ટીમ ઈન્ડિયાએ વન ડે સિરીઝમાં 3 વિકેટથી રોમાંચક જીત મેળવી સિરીઝ પોતાના નામે કરી લીધી છે. બીજી મેચમાં ઈંડિયાને શ્રીલંકાએ 276 રનનો ટાર્ગેટ આપ્યો હતો. શિખર ધવનની ટીમે 5 બોલમાં પહેલા લક્ષ્ય પ્રાપ્ત કરી લીધો હતો. એક સમયે ટીમ ઈન્ડિયાએ 193 રન રન પર 7 વિકેટ ખોઈ દીધી હતી. તેમ છતાં પણ ટીમને જીત મળી. સૂર્યકુમાર યાદવે પહેલા 53 રન બનાવ્યા, બાદમાં દીપક ચાહરે નોટઆઉટ રહીને 69 રન બનાવ્યા. અને ટીમને સીરિઝ અપાવી. ટીમે આ ટાર્ગેટને 49.1 ઓવરમાં મેળવી લીધો હતો. છેલ્લી મેચ 23 જૂલાઈએ રમાશે.

કોલંબોના આર પ્રેમાદાસા સ્ટેડિયમમાં મંગળવારે રમાયેલી બીજી વનડેમાં ભારતે શ્રીલંકાને ત્રણ વિકેટથી હરાવ્યું. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વનડે સિરીઝને 2-0થી કબ્જે કરી લીધી છે. આ પહેલા ટોસ જીત્યા બાદ શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 275 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ચરિથ અસલાન્કા અને અવિશ્કા ફર્નાન્ડોએ ફિફ્ટી કરી હતી.

દીપકે રનચેઝ દરમિયાન પહેલી આંતરરાષ્ટ્રીય હાફ સેન્ચૂરી મારી હતી. તેણે 82 બોલમાં અણનમ 69 રન બનાવીને ઈનિંગ સંભાળી હતી. બીજી તરફ ભુવનેશ્વર કુમારે પણ એક છેડેથી વિકેટ પડતી અટકાવીને દીપકને સાથ આપ્યો હતો.

ભારત તરફથી દિપક ચહરે અણનમ 69 અને સૂર્યકુમાર યાદવે 53 રન બનાવ્યા. તેમના સિવાય મનિષ પાંડેએ 37 અને કૃણાલ પંડ્યાએ 35 રનનું યોગદાન આપ્યું હતું.

શ્રીલંકાએ 275 રન ખડક્યા

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે 50 ઓવરમાં 275 રન કર્યા હતા. આમ ટીમ ઈન્ડિયા પાસે 276 રનનો ટાર્ગેટ મળ્યો. જો ટીમ ઈન્ડિયા આ મેચ જીતી જશે તો ભારત સીરિઝ પર કબ્જો જમાવી લેશે. શ્રીલંકા તરફથી અવિષ્કા ફર્નાન્ડો અને અસલંકાએ હાફ સેન્ચુરી ફટકારી હતી. ઉપરાંત કરુણારત્નેએ પણ 33 બોલ પર 44 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલે 3-3 વિકેટ જ્યારે દીપક ચાહરે 2 વિકેટ ઝડપી હતી.

READ ALSO

Related posts

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana

રાજકારણ ગરમાયું / કોંગ્રેસ નેતાનું મોટું નિવેદન : રાજ્યના CM બદલાઈ શકે છે, જાણો કોને સોંપાઇ શકે મુખ્યમંત્રીનું પદ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!