GSTV
Cricket Sports Trending

IND Vs SA / રાજકોટમાં ભારતની પ્રથમ બેટિંગ, સાઉથ આફ્રિકાએ જીત્યો ટોસ

રંગીલા રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટ્વેન્ટી-20 મેચ રમાવાની છે જેમાં આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, ભારત પાંચ મેચની સીરીઝમાં 2-1થી પાછળ છે. પરિણામે ભારતીય ટીમ શ્રેણી જીવંત રાખવા માટે આજની મેચ જીતવી જરૂરી છે.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ કોરોના કાળ પછી પ્રથમવાર આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે જેના પગલે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો માહોલ છે. સ્ટેડિયમમાં એન્ટ્રી લેવા માટે પ્રેક્ષકો સાડા ચાર વાગ્યાથી જ ઉમટી પડ્યા હતા. બીજી તરફ વરસાદ મેચમાં વિલન ના બને તેવી પ્રાર્થના ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે.

બંને ટીમોના પ્લેઈંગ-11

ભારત: ઋષભ પંત (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, અવેશ ખાન, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલ.

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), રીઝા હેન્ડ્રીક્સ, રેસી વેન ડેર ડ્યુસેન, ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ડ્વેન પ્રિટોરિયર, વેઈન પાર્નેલ, કાગીસો રબાડા, કેશવ મહારાજ, એનરિક નોર્ટજી અને તબરાઈઝ શમ્સી.

READ ALSO

Related posts

ડાયાબિટીસના દર્દીઓ નવરાત્રિ વ્રત ઉપવાસમાં આ બાબતોનું રાખે ધ્યાન, હેલ્થ જાળવવામાં મળશે મદદ

HARSHAD PATEL

સીરિયામાં નવી મૂસીબત / આ બીમારીના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે

Hemal Vegda

ભાજપમાં નવા અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી થશે નહીં, હવે માત્ર જેપી નડ્ડા જ કાર્યભાર સંભાળશે

Hemal Vegda
GSTV