GSTV
India News

Ind vs Pak: wc-2019 ભારતે પાકિસ્તાનને વર્લ્ડકપમાં સાતમી વખત હરાવ્યુ

વરસાદ પડયા બાદ નવા નિયમ મુજબ 40 ઓવરની મેચ કરાઈ હતી. પાકિસ્તાનને 5 ઓવરમાં 136 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતની 89 રને થઈ જીત છે. પાકિસ્તાન 40 ઓવરનાં અંતે 6 વિકેટ ગુમાવીને 212 રન કરી શક્યું હતુ.

ભારતની ધારદાર બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેન થયા ધરાશાઈ. ભારતે પાકિસ્તાનને વર્લ્ડ કપમાં સાતમી વખત કરારી હાર આપી છે.

337 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાન શરૂઆત ધીમી રહી હતી. વિજય શંકરની ઓવર ઓપનર ઇમામ ઉલ હક 18 બોલમાં 7 રન બનાવી આઉટ થયો હતો. બાબર આઝમ 48 અને ફકર ઝમાન 62 રન બનાવી આઉટ થયા હતા તે બન્નેને કુલદિપે આઉટ કર્યા હતા.

ત્યાર બાદ મોહમ્મદ હાફિઝ અને શોએબ મલિક પંડ્યાની એક જ ઓવરમાં આઉટ થયા હતા. મોહમ્મદ હાફિઝ 9 રને જ્યારે શોએબ મલિક ખાતુ ખોલાવ્યા વિના પેવેલીયન ભેગા થયા હતા. પાકિસ્તાનને છઠ્ઠો ફટકો સરફરાઝ અહમદના રૂપમા લાગ્યો હતો તે 12 રન બનાવી વિજય શંકરની ઓવરમાં આઉટ થયો હતો. પાકિસ્તાનના ઈમાદ વસીમ 40 રને શાદાબ ખાન 20રને નોટ આઉટ રહ્યા હતા. જ્યારે ભારત તરફથી કુલદિપ યાદવ, હાર્દીક પંડયા અને વિજય શંકરે 2-2 વિકેટ ઝડપી હતી.

ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિજય શંકર, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), હાર્ડિક પાંડયા, કેદાર જાધવ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસ્પ્રીત બૂમરાહ

પાકિસ્તાન: ઇમામ-ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હફીઝ, સરફરાજ અહમદ (કેપ્ટન / વિકેટકીપર), શોએબ મલિક, ઇમાદ વાસિમ, શાદબ ખાન, હસન અલી, વાહબ રિયાઝ, મોહમ્મદ અમીર

READ ALSO

Related posts

ચીનમાં ફરી ચામાચિડીયામાંથી મળ્યો ખતરનાક વાયરસ, માણસો માટે બનશે સંકટ

GSTV Web Desk

નાસાનું ઓરિયન કેપ્સ્યુલ પહોંચ્યું ચંદ્રની ભ્રમણકક્ષામાં, 11 ડિસેમ્બરે પૃથ્વી પર ફરશે પાછું

GSTV Web Desk

ચીનમાં કોરોનાથી હાહાકાર, સતત ત્રીજા દિવસે રેકોર્ડ કેસ; ઘણા શહેરોમાં રેડ એલર્ટ

GSTV Web Desk
GSTV