GSTV

IND vs PAK / ટીમ ઈન્ડિયાની શરમજનક હાર, પાકિસ્તાને 10 વિકેટથી ભારતને હરાવ્યું: ભારતીય બોલરોનું નિરાશાજનક પ્રદર્શન

Last Updated on October 24, 2021 by Zainul Ansari

દુબઈના ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમા પાકિસ્તાને આસાન જીત મેળવી છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની ઓપનિંગ જોડીએ પાકિસ્તાનને જીત અપાવી છે. પાકિસ્તાને 10 વિકેટે આ જીત મેળવી છે. પાકિસ્તાને પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું છે. અગાઉ 5 ટી20 મેચ રમાઈ હતી, જે તમામ મેચ ભારતે જીતી હતી.

ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતની ટીમે પાકિસ્તાનને 152 રનનું લક્ષ્ય આપ્યું હતું. પાકિસ્તાનના ઓપનર બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને શાનદાર રમત રમી અને પોતાની ટીમને જીત અપાવી. કેપ્ટન બાબર આઝમે 52 બોલમાં અણનમ 68 રન કર્યા, જ્યારે મોહમ્મદ રિઝવાને અણનમ 79 રન કર્યા. ભારતીય બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. ભારતના એક પણ બોલર પાકિસ્તાનની આ જોડીને તોડવામાં નિષ્ફળ રહ્યા.

અગાઉ પાકિસ્તાને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી રહી નહતી અને ઇનફોર્મ બેટ્સમેન રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થયો હતો. તેના પછી લોકેશ રાહુલ પણ 3 રનના અંગત રને આઉટ થયો હતો. શરૂઆતી ધબડકા પછી સુકાની કોહલીએ ટીમને સંભાળી હતી અને ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ રિષભ પંત સાથે મળી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન કર્યા હતા. જ્યારે રિષભ પંતે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 39 રન કર્યા હતા.

પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 4 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હસન અલીએ બે વિકેટ ઝડપી હતી. ઉપરાંત હારિસ રઉફના ખાતામાં પણ એક વિકેટ ગઈ હતી.

Read Also

Related posts

મોટા સમાચાર / અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ પર RBIનો સકંજો, બોર્ડને ભંગ કરી સત્તાઓ પોતાના હાથમાં લીધી

Zainul Ansari

IPL: થઇ ગઈ અત્યાર સુધીની સૌથી મોટી ભવિષ્યવાણી! કોહલી બાદ આ ખેલાડી બનવા જઈ રહ્યો છે આરસીબીનો નવો કેપ્ટન

Vishvesh Dave

Ind vs NZ Test / હાથમાંથી નિકળી ગઈ મેચ: છેલ્લી વિકેટ ના લઈ શક્યા ભારતીય બોલરો, કાનપુર ટેસ્ટ ડ્રો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!