GSTV

IND vs PAK / શરૂઆતી ધબડકા પછી વિરાટ કોહલીની શાનદાર બેટિંગ, પાકિસ્તાનને જીતવા માટે આપ્યું 152 રનનું લક્ષ્ય

Virat Kohli

Last Updated on October 24, 2021 by Zainul Ansari

ભારત પાકિસ્તાન વચ્ચે દુબઈ ખાતે હાઈવોલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારતે પાકિસ્તાનને 152 રનનું લક્ષ્ય આપ્યું છે. સુકાની કોહલીએ કેપ્ટનશિપ ઇનિંગ રમી હતી. તેણે 57 રન કરી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો.

પાકિસ્તાને ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત સારી રહી નહતી અને ઇનફોર્મ બેટ્સમેન રોહિત શર્મા ઝીરો રન પર આઉટ થયો હતો. તેના પછી લોકેશ રાહુલ પણ 3 રનના અંગત રને આઉટ થયો હતો. શરૂઆતી ધબડકા પછી સુકાની કોહલીએ ટીમને સંભાળી હતી અને ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ રિષભ પંત સાથે મળી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો. વિરાટ કોહલીએ 49 બોલમાં 57 રન કર્યા હતા. જ્યારે રિષભ પંતે ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 39 રન કર્યા હતા.

પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 4 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. જ્યારે હસન અલીએ બે વિકેટ ઝડપી હતી. ઉપરાંત હારિસ રઉફના ખાતામાં પણ એક વિકેટ ગઈ હતી.

Read Also

Related posts

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari

ગીર સોમનાથ / સફેદ માખીના રોગ સામે મળશે રક્ષણ: સુત્રપાડાના ખેડૂતે શોધ્યો રામબાણ ઈલાજ, નાળિયેરના ઉત્પાદનમાં પણ થશે વધારો

Zainul Ansari

ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં દરોમાં થશે ફેરફાર? શું સામાન્ય નાગરીકોને થશે લાભ!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!