GSTV

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

કોહલી

Last Updated on October 25, 2021 by Bansari

T20 World Cup 2021: ભારતને ટી 20 વર્લ્ડ કપ 2021માં (T20 World Cup 2021) પાકિસ્તાન સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી અને ઋષભ પંત સિવાય તમામ ભારતીય બેટ્સમેન અને બોલરો સંપૂર્ણપણે ફ્લોપ રહ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના આ મહામુકાબલા પર વિશ્વભરના ચાહકોની નજર હતી. તમને જણાવીએ કે કયા 5 કારણો છે જેના કારણે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો.

ઓપનરોનો ફ્લોપ શૉ

ભારત માટે ઓપનિંગ કરવા આવેલો રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો, જેના કારણે ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. તેના સિવાય કેએલ રાહુલ પણ માત્ર 3 રનનું યોગદાન આપી શક્યો હતો. ટીમ ઈન્ડિયાને બંને ઓપનરોની ખરાબ બેટિંગનું પરિણામ ભોગવવું પડ્યુ હતુ.

હાર્દિક પહેલા જાડેજાને મોકલવો ભારે પડ્યો

આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને બેટિંગ માટે મોકલ્યો હતો, જેનાથી ટીમના રનની સ્પીડ ઓછી થઈ હતી. જાડેજા માત્ર 13 રનનું યોગદાન આપી શક્યો હતો. જ્યારે હાર્દિક પંડ્યા ક્રિઝ પર આવ્યો ત્યારે તેના પર ઝડપથી રન બનાવવાનું દબાણ હતું. તેણે ઝડપી રન મેળવવાના ચક્કરમાં પોતાની વિકેટ ગુમાવી હતી.

છઠ્ઠો બોલર

T20

ટીમ ઈન્ડિયા આ મેચમાં છઠ્ઠા બોલરની ખોટ સાલી હતી. હાર્દિક પંડ્યાએ ફિટનેસના કારણે બોલિંગ કરી ન હતી અને આ પણ ટીમ ઈન્ડિયા માટે મેચ હારવાનું એક કારણ હતું. જો ટીમમાં છઠ્ઠો બોલર હોત તો કદાચ મેચની તસવીર અલગ હોત.

ઝાકળ પણ રહ્યું ફેક્ટર

આ મેચમાં ઝાકળ પણ મહત્વનું પરિબળ હતું, જેનાથી પાકિસ્તાન ટીમને ફાયદો થયો હતો. આ પીચ પર ભારતીય બોલરો સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મેચની ટોસ હારવો પણ વિરાટ કોહલી માટે એક આંચકો હતો.

અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ ન કરવો

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. ભારતની સ્પિન બોલિંગ પાકિસ્તાન સામે સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી, આવી સ્થિતિમાં કોહલીનો આ નિર્ણય પણ ઘણો આશ્ચર્યજનક હતો.

Read Also

Related posts

વાયબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આગામી 8 અને 9મી ડિસેમ્બરે દુબઈની મુલાકાતે

pratik shah

IPL 2022 Retention / આઈપીએલમાં આ ખેલાડીની થઈ ગઈ ચાંદી, 40 ગણી વધી ગઈ પ્રાઇઝ

Zainul Ansari

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!