GSTV

IND vs NZ: Live મેચમાં લાગ્યા ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા, સોશિયલ મીડિયા પર વાયરલ થયો આ વીડિયો

મેચ

Last Updated on November 25, 2021 by Bansari

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરિઝની પહેલી ટેસ્ટ આજથી કાનપુરમાં રમાઈ રહી છે. જોકે મેચ દરમિયાનનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્ટેડિયમમાં ચાહકો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા નજરે પડી રહ્યા છે. પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદના કારણે બંને દેશો વચ્ચેના સબંધોમાં તનાવ છે અને તેની અસર ક્રિકેટમાં પણ દેખાઈ રહી છે.

મેચ

પ્રેક્ષકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા

ક્રિકેટ ચાહકોની નારાજગી એ હદે છે કે, સ્ટેડિયમમાં પાકિસ્તાન મુર્દાબાદના નારા ગુંજતા રહ્યા હતા. જ્યારે ટીમ ઈન્ડિયા બેટિંગ કરી રહી હતી ત્યારે છઠ્ઠી ઓવર દરમિયાન સ્ટેડિયમમાં હાજર કેટલાક દર્શકો ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવી રહ્યા હતા, જે આ વીડિયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે. કાયલ જેમિસનની ઓવરમાં શુભમન ગિલ બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન મુરલી કાર્તિક અને તેના સાથી કોમેન્ટેટર્સ ઓફ સ્પિન બોલ અંગે ચર્ચા કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા.

અજિંક્ય રહાણે કરી રહ્યો છે કેપ્ટનશીપ

તમને જણાવી દઈએ કે આ મેચમાં વિરાટ કોહલીની જગ્યાએ અજિંક્ય રહાણે કેપ્ટનશિપ કરી રહ્યો છે. વિરાટ કોહલીને પ્રથમ ટેસ્ટ મેચમાં આરામ આપવામાં આવ્યો છે. જોકે, મુંબઈમાં યોજાનારી બીજી ટેસ્ટ મેચમાં વિરાટ કોહલી કેપ્ટન તરીકે વાપસી કરશે. શ્રેયસ અય્યર ભારત તરફથી ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો છે. લંચ સુધી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે 1 વિકેટે 82 રન બનાવ્યા હતા. શુભમન ગીલે 52 રન બનાવ્યા હતા.

મેચ

ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓને મળ્યો મોકો

અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમ વિરાટ કોહલી (બીજી ટેસ્ટમાં વાપસી), રોહિત શર્મા, ઋષભ પંત, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને ઇજાગ્રસ્ત કેએલ રાહુલ વિના મેદાનમાં ઉતરી છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પહેલા યુવા ખેલાડીઓને બેટિંગમાં અજમાવવાની અહીં સારી તક છે. તમને જણાવી દઈએ કે છેલ્લી ટેસ્ટ સીરીઝમાં અશ્વિન (27) અને જાડેજા (14)એ વિકેટ લીધી હતી, જેના કારણે ન્યૂઝીલેન્ડ 3-0થી હારી ગયું હતું. જો પિચ 2016 જેવી હશે, તો અશ્વિન, જાડેજા અને અક્ષર પટેલ ત્રણેયને તક આપે તેવી અપેક્ષા રાખવામાં આવશે, જેમણે આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટમાં 27 વિકેટ લીધી હતી.

પ્રથમ ટેસ્ટ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઈશાંત શર્મા, ઉમેશ યાદવ.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!