GSTV

IND vs NZ / આર અશ્વિને આ મામલે અનિલ કુંબલેને છોડ્યો પાછળ, વાનખેડે ટેસ્ટમાં મેળવી સિદ્ધિ

અશ્વિન

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને ન્યૂઝીલેન્ડ સામેની સિરીઝની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અશ્વિને બીજી ઈનિંગમાં કીવી ટીમના ઓપનર વિલ યંગને શિકાર બનાવતાની સાથે જ આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં 50 વિકેટ પૂરી કરી લીધી. ખાસ વાત એ છે કે એક મામલામાં તેણે ભારતીય દિગ્ગજ અને પૂર્વ કોચ અનિલ કુંબલેને પણ પાછળ છોડી દીધો છે.

અશ્વિન

રવિચંદ્રન અશ્વિન હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વખત ટેસ્ટ ફોર્મેટમાં 50 કે તેથી વધુ વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. આ ચોથી વખત છે જ્યારે અશ્વિને એક કેલેન્ડર વર્ષમાં 50કે તેથી વધુ વિકેટ લીધી હોય. અગાઉ તેણે 2015, 2016 અને 2017માં આ સિદ્ધિ મેળવી હતી. ભારતના સૌથી સફળ બોલર અનિલ કુંબલેએ ત્રણ વખત આ સિદ્ધિ મેળવી હતી. કુંબલેએ 1999, 2004 અને 2006માં એક વર્ષમાં 50 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી.

અશ્વિને 4 વખત 1 વર્ષમાં 50 વિકેટ ઝડપયા

ઓફ સ્પિનર ​​હરભજન સિંહે પણ આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે. તેણે 2001 અને 2002માં સતત બે વર્ષ સુધી 50 કે તેથી વધુ ટેસ્ટ વિકેટ લીધી હતી. આ પછી તેણે આ જ કારનામું વર્ષ 2008માં પણ કર્યું હતું. પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર કપિલ દેવે વર્ષ 1979 અને 1983માં બે વખત આ સિદ્ધિ મેળવી છે.

આ સિવાય અશ્વિન વાનખેડે સ્ટેડિયમમાં એક ટેસ્ટમાં 38 વિકેટ લેવાના ભારતીય લેગ સ્પિનર ​​અનિલ કુંબલેના રેકોર્ડને પણ તોડી શકે છે. તે તેમનાથી એક વિકેટ દૂર છે. અશ્વિને વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટની બીજી ઇનિંગમાં 3 વિકેટ ઝડપી છે. તેની સાથે તેણે વાનખેડે સ્ટેડિયમમાં 37 વિકેટ ઝડપી છે. આ યાદીમાં કપિલ દેવ (28 વિકેટ), હરભજન સિંહ (24 વિકેટ) ત્રીજા અને ચોથા સ્થાને છે.

Read Also

Related posts

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk

એક મહિલા પેસેન્જરની જીદના કારણે ૧૨૯ મુસાફરોની વિમાનયાત્રા થઈ રદ્, માસ્ક પહેરવાનો સ્પષ્ટપણે કરી દીધો ઈનકાર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!