GSTV
Home » News » ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ ચેતવાની જરૂર, ભારતને ધૂળ ચટાડવા ન્યૂઝીલેન્ડે બનાવ્યો આ માસ્ટરપ્લાન

ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોએ ચેતવાની જરૂર, ભારતને ધૂળ ચટાડવા ન્યૂઝીલેન્ડે બનાવ્યો આ માસ્ટરપ્લાન


પાંચ મેચની વન ડે સીરીઝમાં પ્રથમ મેચ ટીમ ઇન્ડિયાએ પોતાના નામે કર્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ચિંતામાં આવી ગઇ છે. કીવીઓએ ટીમ ઇન્ડિયાને બીજી મેચમાં હરાવવા માટેનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો છે.

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ટ્રેંટ બોલ્ટે શુક્રવારે જણાવ્યું હતું કે ટીમનો સૌથી વધુ ભાર બીજી વન-ડેમાં ભારતના પ્રથમ ત્રણ ખેલાડીઓને આઉટ કરવા પર રહશે. જો બેટિંગ ઑર્ડર પ્રમાણે જોવામાં આવે તો ભારતીય ટીમના પ્રથમ ત્રણ બેસ્ટમેનમાં શિખર ધવન, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે. જેમાં વિરાટ કોહલીની ગણતરી દુનિયાના સૌથી ખતરનાખ ખેલાડીઓમાં થાય છે.

જ્યારે બોલ્ટે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે એક બોલર તરીકે મારું માનવું છે કે અમારે ભારતીય ટીમને પહેલા ત્રણ ખેલાડીઓ પર વધારે દબાવ આપવાની જરૂર છે. એટલા માટે જ જો અમે પહેલી 10 ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી લઇએ તો ટીમ પર આપોઆપ દબાવ બની જશે.

વધુમાં બોલ્ટે જણાવ્યું હતું કે ભુતકાળમાં અમને સલામી જોડી માર્ટિન અને કોલિનના કારણે સારી શરૂઆત મળી છે. અમને જાણ છે કે શરૂઆતની વિકેટ મેચ માટે કેટલી મહત્વની હોય છે. મેચ જીતવા માટે ભાગીદારીમાં બેટિંગ કરવી જરૂરી છે અને શરૂઆત સારી કરવાથી પાછળ દબાવ ઓછો રહે છે. તેમજ મેકલીન પાર્કમાં અમારાથી પિચને ઓળખવામાં ભૂલ થઇ હતી.

જણાવી દઇએ કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝમાં ભારતે, ન્યૂઝીલેન્ડને હરાવીને 1-0થી લીડ હાસલ કરી લીધી છે.

Read Also

Related posts

ચીનમાં કોરોનાનો ફેલાવો ભયજનક : આંકડાઓમાં ધરખમ વધારો, શેરબજાર તૂટ્યું

Arohi

મોદીને મળી આવ્યા પણ ઉદ્ધવે ફડણવીસની આ યોજનાનું કોકડું વાળી દીધું, ન આપી મંજૂરી

Bansari

સોનાના ભાવમાં અમદાવાદમાં સતત તેજી, આજે 43,000ને વટાવી ગયો નવો ભાવ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!