GSTV
Gujarat Government Advertisement

IND vs NZ: ચોથી T-20 મેચમાં ભારતે 165 રન ફટકાર્યા, ન્યૂઝીલેન્ડને જીત માટે આપ્યો 166 રનનો ટાર્ગેટ

Last Updated on January 31, 2020 by pratik shah

આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેંલિગ્ટનના સ્કાઈ સ્ટેડિયમમાં T-20 સીરિઝની ચોથી મેચ રમવામાં આવી રહી છે. ત્યારે ભારત પ્રથમ બેટિંગ કરી 20 ઓવરની શ્રેણીમાં 165 રન બનાવી ન્યૂઝીલેન્ડને 166 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારત તરફથી મનીષ પાંડે ધીરજતાથી સીરિઝ રમી અને અર્ધસદી ફટકારી હતી. જેના દમ પર ભારતે 165 રન બનાવી સમ્માનજનક સ્કોર મેળવી લીધો છે. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે અત્યાર સુધીમાં 7.2 ઓવરમાં 41 રન બનાવી લીધા છે.

ભારતે ન્યૂઝીલેન્ડને આપ્યો 166 રનનો ટાર્ગેટ

વેંલિગ્ટનના સ્કાઈ સ્ટેડિયમમાં રમવામાં આવેલ 5 મેચોની T-20 સીરિઝની ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમના નિયમિત કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરીમાં પણ ટિમ સાઉદી ટોસ જીતી બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ પરિસ્થિતિમાં ભારતે પ્રથમ બોટિંગ કરતા મનીષ પાંડેએ અડધી સદી ફટાકાર્યાના દમ પર 20 ઓવરમાં 8 વિકેટ ખોઈને 165 રન બનાવી લીધા હતા.

ટીમ ઈન્ડિયા માટે આ મેચમાં સંજૂ સેમસન અને કેએલ રાહુલની નવી ઓપનિંગ જોડીએ શ્રેણીની જોરદાર શરૂઆત કરવા માટે મેદાનમાં એન્ટ્રી કરી હતી. સંજૂ સેમનને રોહિત શર્માની જગ્યાએ તક આપવામાં આવી હતી, પરંતુ તેઓ માત્ર 8 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. સંજૂ સેમસનને સ્કોટ કુગ્ગેલેનના મિશેલ સેટનરના હાથેથી કેચ આઉટ કરી પરત મોકલી દીધા હતા. જો કે, સંજૂ બાદ વિરાટ પણ કંઈક ખાસ રમી શક્યા ન હતા.

હામિશ બેનેટની બોલ પર કોહલી મિશેલ સેટનરને કેચ આપી દીધો હતો. કોહલી 11 રન બનાવી આઉટ થઈ ગયા હતા. છેલ્લી મેચની જેમ જ શ્રેયસ અય્યરનો બોલ આ મેચમાં પણ ખામોશ રહ્યો હતો. અય્યરને ઈશ સોઢીએ પોતાની શિકાર બનાવ્યા હતા. સોઢીની બોલ પર અય્યરે વિકેટની પાછળ ટિમ સેફર્ટને કેચ આપી દીધો હતો, અય્યર એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા. અય્યરના આઉટ થયા બાદ રાહુલ પર જોરદાર દબાવ આવીહયો હતો. જો કે, રાહુલ પણ 9માં ઓવરમાં 39 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, રાહુલને ઈશ સોઢીના મિશેલ સેંટનરના હાથે કેચ આઉટ કરી દીધા હતા.

શિવમ દુબેને ઈશ સોઢીએ ટોમ બ્રૂસના હાથથી કેચ આઉટ કરી ભારતને પાંચમો ઝટકો આપ્યો હતો. વોશિગ્ટન સુંદરને સેટરને બોલ્ડ કર્યા હતા.આ રીતે 100 રનમાં જ ભારતે પોતાની છ વિકેટ ખોઈ દીધી હતી. ત્યારબાદ મનીષ પાંડે અને શાર્દુલ ઠાકુરની વચ્ચે 43 રનની પાર્ટનરશિપ થઈ હતી. શાર્દુલ ઠાકુરે 20 રન બનાવી આઉટ થઈ ગયા હતા. હામિશ બેનેટની બોલ પર શાર્દુલ ઠાકુરનો કેચ ટીમ સાઉદીએ પકડ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!