GSTV
Home » News » ધોનીએ એવી રીતે રાખ્યું ત્રિરંગાનું સન્માન, મેદાનમાં ફેને સાફ કર્યા માહીના પગ: Video

ધોનીએ એવી રીતે રાખ્યું ત્રિરંગાનું સન્માન, મેદાનમાં ફેને સાફ કર્યા માહીના પગ: Video

ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચેની નિર્ણાયક મેચમાં 213 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી ભારતીય ટીમને હાર મળી છે. ભારતને ચાર રનથી હાર મળી. ભારતીય ટીમના બેટ્સમેનોની નબળી બેટીંગ અને આ પહેલા બોલિંગના કારણે ન્યુઝીલેન્ડ ભારત સામે સારો એવો સ્કોર ઉભો કરવામાં સફળ થયું હતું. નબળી ઓપનિંગ અને બાદમાં મિડલ ઓર્ડરના ધબડકાના કારણે ભારતીય ટીમ જીતનો ઈતિહાસ રચવાથી એક વેત દૂર રહી ગઈ હતી. આ સાથે ન્યૂઝીલેન્ડે ટ્વેન્ટી સિરીઝ જીતી ઘર આંગણે શાખ બચાવી છે. પરંતુ સોશિયલ મીડિયા પર એક વાયરલ થઈ રહેલો વીડિયો ધોનીના પ્રસંસકોનું દિલ જીતી રહ્યો છે.

હકીકતે, ન્યુઝીલેન્ડની ઈનિંગ વખતે એક ભારતીય પ્રશંસક સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો. તે સીધો ધોનીની નજીક ભાગ્યો અને તેની નજીક પહોંચી ગયો. ત્યાર બાદ ફેને ઘુટણીએ બેસીને તેના કુર્તાથી ઘોનીના બન્ને બુટને સાફ કરી આપ્યા.

તે વખતે ધોનીનું ધ્યાન તેના ફેન તરફ નહીં પરંતું ત્રિરંગા પર હતું. જેને પોતાના હાથમાં રાખીને ફેન તેના પગ પકડી રહ્યો હતો. ધોનીએ તેના હાથમાંથી ત્રીરંગો લઈને પોતાની પાસે રાખી લીધો અને તે ભાવુક પ્રશંસકને ત્યાથી જલ્દી નિકળી જવા કહ્યું.

ધોનીનો ક્રેઝ તેના પ્રશંસકોના માથે ચઢીને બોલે છે. આવું ઘણી વખત જોવામાં આવી રહ્યું છે. જ્યારે ફેન્સ ધોનીને મળવા માટે મેદાનમાં દોડી આવે છે.

Read Also

Related posts

આચાર્ય જયઘોષસૂરીશ્વજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન, અગ્નિસંસ્કારનો ચઢાવો રૂપિયા. ૪.૫૧ કરોડ

Mayur

ફેસબુકને કરવા પડ્યા 320 કરોડ એકાઉન્ટ ડિલીટ, જાણો શું છે તેની પાછળનું કારણ

Dharika Jansari

કુલભૂષણ મુદ્દે ભારત સાથે કોઈ સમજૂતી થઈ નથી : પાકે. અસલી રંગ દેખાડયો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!