GSTV

IND Vs NZ: બીજી ટેસ્ટ પહેલાં પિચને લઇને વિવાદ, BCCIએ ઉઠાવ્યાં આ ગંભીર સવાલ

ટીમ ઇન્ડિયા 29 ફેબ્રુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે બે મેચની સીરીઝની અંતિમ મેચ રમશે. પરંતુ મેચ પહેલા બીસીસીઆઇએ બીજી મેચમાં ઉપયોગમાં લેવામાં આવનાર પિચ પર સવાલ ઉભા કર્યા છે. બીસીસીઆઇએ હેગ્લે ઓવલ મેદાન પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર બીજી ટેસ્ટ પહેલાં ટ્વીટ કરીને પિચ પર શંકા વ્યક્ત કરી છે.

બીસીસીઆઇએ મેદાનનો ફોટો ટ્વીટ કરતા લખ્યુ, પિચને ઓળખો? આ એટલા માટે લખવામાં આવ્યું કારણ કે પિચ પર બાકી મેદાન જેવુ ઘાસ નજરે નથી આવી રહ્યું અને બંને વચ્ચે અંતર કરવુ મુશ્કેલ છે. ભારતને પહેલી ટેસ્ટમાં 10 વિકેટે માત મળી હતી અને હવે બીજી ટેસ્ટમાં જીત હાંસેલ કરીને સીરીઝમાં બરાબરી કરવાના ઇરાદા સાથે ઉતરશે. આ કારણે ભારતીય ટીમની પિચ પર નજર રહેશે.

વેલિંગ્ટનની પીચ પર ભારતીય બેટ્સમેનો સ્પીડ અને બાઉન્સ સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મયંક અગ્રવાલ સિવાય અન્ય કોઇ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહીં. અજિંક્ય રહાણેએ પણ કેટલીક પ્રતિસ્પર્ધા બતાવી હતી, પરંતુ તે સારી શરૂઆતને મોટી ઇનિંગમાં પરિવર્તિત કરી શક્યો નહીં.

બેટ્સમેનો પર ઉઠ્યા સવાલ

બીજી ટેસ્ટ પહેલા વિરાટ કોહલીએ ભારતીય બેટ્સમેનોના પ્રદર્શન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વિરાટે કહ્યું કે ભારતીય બેટ્સમેનોએ રક્ષણાત્મક વલણ અપનાવ્યું જે ટીમ પર ભારે હતું. વિરાટ માને છે કે ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી બચાવવા માટે ટીમ ઈન્ડિયાએ આક્રમક ક્રિકેટ રમવી પડશે.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે બીજી ટેસ્ટ મેચ પહેલા, પોતાના બેટ્સમેનોના ખૂબ જ રક્ષાત્મક વલણ છોડવાની અપીલ કરતાં કહ્યું કે વિદેશી પ્રવાસમાં આ પ્રકારના ખેલથી ક્યારેય ફાયદો નથી થતો. ભારતને બેસિન રિઝર્વમાં પહેલી ટેસ્ટ મેચમાં દસ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. તે ફાસ્ટ બોલર્સ માટે મદદરૂપ પિચ પર બંને ઇનિંગ્સમાં 200 રન સુધી પણ ન પહોંચી શક્યા.

કોહલી માટે આ છે ચિંતાનું કારણ

કોહલીએ હાર બાદ કહ્યું કે, મને લાગે છે કે બેટિંગ યુનિય તરીકે અમે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ, તેને સુધારવી પડશે. મને નથી લાગતુ કે ફક્ત સતર્ક રહેવાથી કે સાવધાની રાખવાથી મદદ મળશે કારણ કે તેવામાં બની શકે છે કે તમે શૉટ ન રમી શકો.

બીજી ઇનિંગમાં તકનીકી રૂપે ઘડાયેલા બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ખૂબ જ રક્ષણાત્મક વલણ અપનાવ્યું અને 81 બોલમાં 11 રન બનાવ્યા. હનુમા વિહારીએ 79 બોલ રમ્યા અને 15 રન બનાવ્યા. બેટિંગ યુનિટ કોઇ પણ સમયે લય હાંસેલ કરવામાં નિષ્ફળ રહી. પૂજારાએ વચ્ચે 28 બોલ સુધી એક પણ રન ન બનાવ્યો અને તેવામાં બીજા છેડે રહેલા મયંક અગ્રવાલને ધીમા શૉટ રમવા માટે મજબૂર થવુ પડ્યુ. ભારતીય કેપ્ટનને તે બિલકુલ પસંદ નથી કે તમે દોડીને એક રન ન લો અને કોઇ સારા બોલની રાહ જુઓ જે તમારી વિકેટ જ લઇ લે.

કોહલીએ ખેલાડીઓને આપી આ સલાહ

કોહલીએ કહ્યું, તમને શંકા થશે, જો આ પરિસ્થિતિઓમાં એક પણ રન નથી બની રહ્યો, તમે શું કરશો? તમે ફક્ત રાહ જોશો કે ક્યારે સારો બોલ આવશે જે તમારી વિકેટ લઇ લે. હું પરિસ્થિથિઓનું આકલન કરૂ છું. જો હું જોઉ છું વિકેટ પર ઘાસ છે તો હું હુમલાખોર વલણ દર્શાવુ છું જેથી હું મારી ટીમને આગળ લઇ જઇ શકું.

ભારતીય કેપ્ટન વિરોધી ટીમ પર હાવી થવા માટે  જાણીતો છે અને તે ઇચ્છે છે કે તેના કેટલાંક બેટ્સમેન પણ તેને અનુસરે. કોહલીએ કહ્યું કે, જો તમે સફળ ન થાવ, તો તમારે તે સ્વીકારવુ પડશે કે તમારો વિચાર સાચો ન હતો. તમે પ્રયાસ કર્યો પરંતુ જો તેનાથી ફાયદો ન થાય તો તેને સ્વીકારવામાં કંઇ ખોટુ નથી. પરંતુ મને નથી લાગતુ કે સતર્ક વલણથી ક્યારેય ફાયદો થાય, ખાસ કરીને પિચ પર.

Read Also

Related posts

વિપક્ષી નેતાઓએ ટ્રમ્પ પર સાધ્યુ નિશાન, કોરોનાને નાથવામાં નિષ્ફળ રહેતા ખોટી ધમકી આપી રહ્યા છે

Ankita Trada

મધ્યપ્રદેશના ભોપાલમાં પોલીસકર્મીઓ પર ચાકુથી હુમલો, 5 લોકોને ગિરફ્તાર કરાયા

Nilesh Jethva

LICની આ પોલિસીમાં મળશે એક નહીં ત્રણ લાભ, ગંભીર બિમારીમાં સારવારની સાથે એક કરોડનો ફાયદો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!