GSTV

IND vs NZ 3rd T20: વિલિયમ્સન આખી મેચને છેલ્લે સુધી ખેંચી ગયો

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચાલી રહેલી ત્રીજી ટી-20 મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરતા પાંચ વિકેટ પર 179 રન બનાવ્યા છે. રોહિત શર્માએ 65 અને વિરાટ કોહલીએ 38 રનનું યોગદાન આપ્યું છે. આ અગાઉ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સે બુધવારે સેડન પાર્ક મેદાનમાં રમાનારી મેચમાં ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત પાંચ મેચની આ સિરીઝમાં સતત બે મેચ જીતીને સિરીઝને 2-0થી આગળ છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ત્રીજી ટી-20 મેચ રમાઈ હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 180 રનના ટાર્ગેટનો શાનદાર રીતે પીછો કર્યો હતો અને અંત સુધી આ મેચને રસપ્રદ બનાવી રાખી હતી. છેલ્લે છેલ્લે પણ મેચને પોતાના લક્ષ્યાંક સુધી લઈ જવામાં સફળ રહ્યા હતા.20મી ઓવરના ત્રીજા બોલ પર શમીએ વિલિયમ્સનને પોતાનો શિકાર બનાવ્યો હતો.

19મી ઓવરમાં વિલિયમ્સન અને રૉસ ટેલરે એક એક ચોગ્ગો લગાવ્યો અને આ ઓવરમાં 11 રન બનાવ્યા. ત્યાર બાદ મોહમ્મદ શમીની ઓવરમાં ટેલરે પ્રથમ બોલ પર જ છગ્ગો લગાવી પોતાની ટીમની જીત પર મોહર મારી દીધી હતી. ત્યાર બાદ 95 રન બનાવી વિલિયમ્સનનો કેચ કેએલ રાહુલે પકડી પાડ્યો હતો.વિલિયમ્સન આઉટ થયા બાદ મેચમાં વણાંક આવ્યો હતો.

17મી ઓવરમાં પણ વિલિયમ્સને બુમરાહની ઓવરમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. ત્યાર બાદ ચહલની બોલિંગ હોવા છતાં પણ વિલિયમ્સન અને ટેલરે 9 રન બનાવી લીધા હતા.

ન્યૂઝીલેન્ડે 100 રન પુરા કર્યા જેમાં એકલા વિલિયમ્સનના 50 રન હતાં

13મી ઓવરમાં વિલિયમ્સને ચહલની ઓવરમાં શાનદાર છગ્ગો લગાવ્યો બાદમાં પોતાની ટીમના 100 રન પુરા કર્યા, ત્યાર બાદ વિલિયમ્સને મોહમ્મદ શમીની કવર્સ દિશામાં એક છગ્ગો લગાવ્યો અને છેલ્લા બોલમાં ચોગ્ગો લગાવી પોતાની ફિફ્ટી પુરી કરી હતી.

READ ALSO

Related posts

સાવધાન! એન્ડ્રોયડ યૂઝર્સ તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખજો, 21 એપ્સને લઈને ચેતવણી થઈ જાહેર

Ankita Trada

અગત્યનું/ તમારુ વોટર આઇડી કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? જાણી લો ચેક કરવાની રીત

Bansari

પ્રશાંત ભૂષણના ટ્વિટ પર ફરી વિવાદ, એટોર્ની જનરલ સુધી પહોંચ્યો કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!