GSTV
Gujarat Government Advertisement

આજે બીજી T20I : ટીમ ઇન્ડિયા ને ન્યૂઝીલેન્ડ સામે સતત બીજા વિજયની તલાશ

Last Updated on January 26, 2020 by Mayur

શ્રેયસ ઐયર અને રાહુલની આક્રમક ઇનિંગ્સ સહારે પ્રથમ ટી-૨૦માં જંગી સ્કોર નો પીછો કરી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આવતીકાલે રમાનારી ન્યૂઝીલેન્ડ સામેની બીજી મેચ જીતીને દેશવાસીઓને પ્રજાસત્તાક દિનની ભેટ આપવાના ઇરાદા સાથે ઉતરશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ વિનિંગ કોમ્બિનેશનમાં પરિવર્તન નહીં કરે તેવું લાગી રહ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે શ્રેણીમાં બરોબરી મેળવવા માટે તેના ઓવરઓલ પરફોર્મન્સમાં સુધારો કરવો પડશે.

ઓકલેન્ડના એડન પાર્કમાં ભારતીય સમય પ્રમાણે બપોરે ૧૨:૨૦થી મેચનો પ્રારંભ થશે. ન્યૂઝીલેન્ડ પહોંચ્યાના ગણતરીના કલાકોમાં જ યજમાનો સામે રમવા ઊતરેલી ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો હતો. હાઈસ્કોરિગ પીચ ઉપર બોલરોએ ન્યૂઝીલેન્ડને તેમનો વિજય નિશ્ચિત થઈ જાય તેટલા સ્કોર સુધી પહોંચવા દીધું ન હતું. જ્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોએ ઝંઝાવાતી દેખાવ કરતા સફળતા મેળવી હતી. પાંચ ટી-૨૦ની શ્રેણીમાં ભારત હવે પોતાની સ્થિતિ મજબૂત કરવા તરફ આગળ વધી રહ્યું છે.

ઇન્ફોર્મ ભારતીય બેટ્સમેનો વધુ એક મુકાબલા માટે તૈયાર

ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામેની આખરી બે વન-ડે અને શ્રેણી જીત્યા બાદ ન્યૂઝીલેન્ડ પહોંચવા સાથે ભારતીય બેટ્સમેનોએ તેમનું આગવું ફોર્મ જાળવી રાખ્યું હતું. હવે આવતીકાલે પણ ઓપનિંગ બેટ્સમેન રાહુલ તેમજ મિડલ ઓર્ડરમાં કેપ્ટન કોહલી અને ઐયરના દેખાવ પર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. રોહિત પાસે પણ તેનું ફોર્મ બતાવવાની છે. જ્યારે ઓલરાઉન્ડર શિવમ દુબેએ પણ મોટી ઇનિંગ્સ રમવાનો આત્મવિશ્વાસ દર્શાવવો પડશે. મનીષ પાંડે પણ તેની લય જાળવી રાખવાનો પ્રયત્ન કરશે.

પંત કે સેમસને હજુ પણ ઇંતજાર લંબાઈ શકે

ભારતીય ટીમના યુવા ક્રિકેટર લોકેશ રાહુલે જે પ્રકારે શાનદાર બેટિંગની સાથે વિકેટકીપિંગમાં પણ કમાલ કર્યો છે, તેનાથી ટીમ ઈન્ડિયાને નવા કોમ્બિનેશન અજમાવવાની તક મળી છે. ભારત આવતીકાલે રમાનારી શ્રેણીની બીજી ટી-૨૦માં પણ રાહુલને જ વિકેટકીપર તરીકે જારી રાખશે તેમ મનાય છે. આવી સ્થિતિમાં પંત કે સેમસનને ફરી વખત પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા માટે રાહ જોવી પડી શકે છે. ભારતે પંત કે સેમસનને સ્પેશિયાલીસ્ટ બેટ્સમેન તરીકે પણ અજમાવવા જોઈએ તેવી ચર્ચા પણ ભારતીય ક્રિકેટ જગતમાં શરૂ થઈ છે.

નવદીપ સૈની અને કુલદીપ યાદવને તક મળી શકે

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી-૨૦માં ખર્ચાળ સાબિત થયેલા શાર્દૂલ ઠાકુરના સ્થાને યુવા બોલર નવદીપ સૈનીને ટીમમાં તક મળી શકે છે. સૈનીએ ઘરઆંગણે સારો દેખાવ કર્યો હતો. તેની પાસે ફોર્મ આગળ ધપાવવાની તક છે. બુમરાહ અને શમીની જોડી યથાવત રહેશે, તેમ મનાય છે. સ્પિનરો પણ પહેલી મેચમાં ખર્ચાળ સાબિત થયા હતા. જેના કારણે ટીમ મેનેજમેન્ટ ચહલને સ્થાને કુલદીપ યાદવને જાડેજા સાથે અજમાવી શકે છે.

ન્યૂઝીલેન્ડે બેટિંગ અને બોલિંગમાં સુધારો કરવાની જરૂર

વિલિયમસનની કેપ્ટન્સી હેઠળની ન્યૂઝીલેન્ડની ટીમે ભારત સામે પ્રથમ ટી-૨૦માં પાંચ વિકેટે ૨૦૩ નોંધાવ્યા હતા. આમ છતાં તેઓ હારી ગયા હતા. આવતીકાલે બીજી વન-ડે રમાવાની છે, ત્યારે ન્યુઝીલેન્ડને બેટ્સમેનો અને બોલરોના પ્રભુત્વસભર દેખાવની અપેક્ષા છે. મુનરો, વિલિયમસન અને ટેલરે તો પ્રથમ ટી-૨૦માં અડધી સદી ફટકારી હતી. તેમણે આક્રમક દેખાવ જારી રાખવો પડશે. જ્યારે ગપ્ટિલ અને સાન્ટનેર જેવા બેટ્સમેનોએ નીડતા સાથે મોટી ઈનિંગ રમવી પડશે. ન્યૂઝીલેન્ડની ટીમ કુગ્લીસન તેમજ ડૈરેલ મિચેલ જેવા ફાસ્ટરોને ઉતારી શકે છે. ભારત સામેની પ્રથમ મેચમાં સ્પિનર ઈશ સોઢીએ વિકેટ ઝડપી હતી, પણ તે ભારતીય બેટ્સમેનો પર પ્રભુત્વ મેળવી શક્યો નહતો.

ભારતીય ટીમ : રોહિત શર્મા, રાહુલ (વિ.કી), કોહલી (કેપ્ટન), ઐયર, પાંડે, દુબે, બુમરાહ, શમી, સૈની, જાડેજા, કુલદીપ, શાર્દુલ, પંત, સેમસન, ચહલ.

ન્યૂઝીલેન્ડની ટીમ : કોલીન મુનરો, મિટ્શેલ, વિલિયમસન (વિ.કી.), ગપ્ટિલ, ટેલર, બુ્રસ, ડે ગ્રાન્ધોમ, સાન્ટનેર, કુગ્લીસન, સેઈફેર્ટ (વિ.કી.), ટિક્નેર, બેનેટ્ટ, ઈશ સોઢી, સાઉથી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!