GSTV

WTC હાર બાદ કોહલી કરશે ટીમ ઈન્ડિયામાં મોટા ફેરફાર, આ ત્રણ ખેલાડીઓને બતાવી શકે છે બહારનો રસ્તો

Last Updated on June 25, 2021 by Harshad Patel

ભારતીય ટીમનો ઈંગ્લેન્ડ પ્રવાસની શરૂઆત સાવ નિરાશાજનક રહી છે. વિરાટ સેનાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ટીમ ઈંન્ડિયા આ હારમાંથી શીખ લઈને આગામી ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરિઝમાં ફાઈનલની ભૂલોને રીપિટ કરવાથી બચવું પડશે.

યોગ્ય પ્લેઈંગ 11 પસંદ કરવી પડશે

ટીમ ઈન્ડિયનાનો આ પ્રવાસ ખૂબજ લાંબો છે. જ્યાં સપ્ટેમ્બર મધ્ય સુધી રહેવાની છે. ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમશે. સીરીઝની પહેલી મેચ 4 ઓગસ્ટે રમાશે. આ મહત્ત્વની સીરીઝ પહેલાં ટીમ ઈન્ડિયા પાસે લાંબો સમય છે. સીરિઝ શરુ થયા પહેલા તે ઇંગ્લિશ કન્ડિશનથી સંપૂર્ણ રીતે વાકેફ થઈ જશે. ટીમ ઈન્ડિયા જો ઈંગ્લેન્ડમાં ઈતિહાસ રચવા માંગતી હોય તો તેણે યોગ્ય પ્લેઈંગ 11 પસંદ કરવી પડશે.

ઈંગ્લેન્ડની કન્ડિશનમાં પ્લેઇંગ 11 માં ફીટ બેસતા નથી

ભારતીય ટીમ 20 ખેલાડીઓ સાથે ઈંગ્લેન્ડ ગઈ છે. પહેલા ટેસ્ટમાં ક્યા 11 ખેલાડીઓને પસંદ કરવા તે તેમના પ્રદર્શન પર નિર્ભર કરે છે. કેપ્ટન કોહલીએ આવા ખેલાડીઓ વિરુદ્ધ મોટા નિર્ણય લેવો પડશે. તેઓ મેચ વિનર તો છે પરંતુ ઈંગ્લેન્ડની કન્ડિશનમાં પ્લેઇંગ 11 માં ફીટ બેસતા નથી.

જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને જગ્યા આપી શકે

એવા ખેલાડીઓમાં શુભમન ગીલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ આવે છે. એમાં કોઈ બે મત નથી કે જાડેજા શાનદાર ખેલાડી નથી પરંતુ ઈંગ્લેન્ડમાં તે ફીટ બેસતો નથી. ઈંગ્લેન્ડની પીચ ફાસ્ટ બોલરોને મદદ કરે છે. જાડેજાને WTC ફાઈનલમાં આ કારણે પ્લેઇંગ ઈલેવનમાં શામેલ કર્યો કારણ કે તે 7મા નંબર આવીને જરૂરી રન બનાવે. પરંતુ તે બંને દાવમાં ફ્લોપ રહ્યો. બોલિંગમાં પણ ખાસ કરી શક્યો નથી. ફક્ત 1 વિકેટ લીધી. એવામાં જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુર ને જગ્યા આપી શકે છે. શાર્દુલ સ્વિંગ બોલર હોવા સાથે સારી બેટિંગ પણ કરી જાણે છે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં કરી દેખાડ્યું હતું.

ગીલની જગ્યાએ મયંક અગ્રવાલ અથવા તો કેએલ રાહુલને જગ્યા મળી શકે

શુભમન ગીલની જગ્યાએ મયંક અગ્રવાલ અથવા તો કેએલ રાહુલને જગ્યા મળી શકે છે. શુભમન ગીલ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે.WTC ના બંને દાવમાં તેનું બેટ ચાલ્યું નહોતું. પહેલા દાવમાં 28 અને બીજા દાવમાં 8 રન બનાવ્યા હતા. ગીલે પોતાની ટેસ્ટ કેરિયરની શરૂઆત શાનદાર કરી હતી. ઓસ્ટ્રેલિયા સિરિઝમાં હીરો બન્યો હતો. પરંતુ હાલમાં ફોર્મ ખૂબજ ખરાબ રહ્યું છે.

જસપ્રીત બુમરાહ પણ WTC માં સંઘર્ષ કરતો જોવા મળ્યો

સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ WTC માં સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તે મેચમાં વિકેટ માટે તરસતો હતો. બુમરાહનું ફોર્મ ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય છે. હાલના પ્રદર્શનમાં બુમરાહનો મહત્ત્વનો રોલ રહ્યો છે. પરંતુ તે ફ્લોપ રહ્યો છે. છેલ્લી 4 આંતરરાષ્ટ્રીય મેચમાં ફક્ત 7 વિકેટ લીધી છે. બુમરાહની જગ્યાએ કોહલી મોહમ્મદ સિરાજને પ્લેઇંગ ઈલેવનમાં શામેલ કરી શકે છે. સિરાજે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કમાલનું પ્રદર્શન કર્યું હતું. એક જ દાવમાં પાંચ વિકેટ પણ લીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ટોક્યો ઓલિમ્પિક 2020/ પીવી સિંધુએ જીતથી કરી શરૂઆત, મનુ ભાકરનું નબળું પ્રદર્શન

Damini Patel

રાશનકાર્ડ ધારકો માટે ખુશખબર આવી: નવેમ્બર સુધી ફ્રી રાશન ઉપરાંત મેળવી શકશો આટલા લાભ, આવી રીતે કરો અપ્લાઈ

Pravin Makwana

ખુશખબર: કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં ઈંક્રીમેંટ અને સેલરી વધશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!