GSTV
Home » News » કોહલીએ 38 વાર કર્યા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, લેવા નથી માંગતો કોઇ રિસ્ક

કોહલીએ 38 વાર કર્યા પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર, લેવા નથી માંગતો કોઇ રિસ્ક

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે આર અશ્વિન હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને ઇંગ્લેન્ડની સામે ચોથી ટેસ્ટ રમવા માટે ફિચ છે.  સાથે જ તેણે સંકેત આપ્યાં છે કે પ્લેઇંગ ઇલેવનમાં કોઇ ફેરફાર નહી કરવામાં આવે.

કેપ્ટન કોહલી ગત 38 ટેસ્ટ મેચના પ્લેઇંગ ઇલેવનાં ફેરફાર કરી ચુક્યો છે જ્યારે ભારતે ગત 45 ટેસ્ટમાં પોતાની ટીમમાં ફેરફાર કર્યા છે. કોહલીએ જણાવ્યું કે, ટેસ્ટમાં રમવા માટે દરેક ખેલાડી ફિટ છે. અશ્વિન પણ હવે ફિટ છે. તેણે પ્રેક્ટિસ સેશનમાં સારી પ્રેક્ટિસ કરી છે. તે રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે.

સાઉથમ્પટન ટેસ્ટના એક દિવસ પહેલાં કોહલીએ જણાવ્યું કે, હંમેશા સતત ફેરફાર કરવામાં નથી આવ્યા.  દરમિયાન કેટલીક ઇજાઓ પણ હોય છે જેના વિશે વાત કરવામાં નથી આવી. આ બંને પરિસ્થીતીને જોતા અને કોઇપણ ફેરફાર કરવાની જરૂરિયાત લાગી નથી.

ભારતીય ટીમ 0-2થી પાછળ રહ્યાં બાદ નૉટિંઘમમાં ત્રીજી ટેસ્ટમાં 203 રનોથી વિજય મેળવવાની સાથે પાંચ ટેસ્ટ મેચની સિરિઝમાં વાપસી કરવામાં સફળ રહી છે. કોહલીએ પોતાની ટીમને સખત મહેનત ચાલુ રાખતા આ જ લયમાં ચોથી ટેસ્ટમાં પ્રદર્શન કરવાની વાત કરી.

ઉલ્લેખનીય છે કે નોટિંઘમમાં 203 રનની જીત ટીમ ઈન્ડિયા માટે શ્રેણીમાં એક મહત્વનો ટર્નિંગ પોઇન્ટ લઈને આવી છે.આ જીતની સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી અને સાબિત કર્યું કે લોર્ડ્સમાં ભારતની હાર તેની નબળાઇને કારણે ઓછી ઈંગ્લેન્ડને હવામાનના ફાયદાને કારણે વધુ મળી છે. નોટિંઘમમાં ટીમ ઈન્ડિયાની ટીમના વિજયમાં તમામ વિભાગનું મહત્વનું યોગદાન રહ્યું છે.

Related posts

કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝીટમાં રોકાણ કરનારા થશે નિરાશ, કંપનીઓના વ્યાજ દરોમાં પણ 0.20થી 0.45 ટકાનો ઘટાડો

Bansari

એશિયામાં ટોપના ધનવાને મોદી સરકાર માટે આપ્યા રાહતના સમાચાર, ભારત દુનિયાની 3 ટોચની વ્યવસ્થામાં થશે સામેલ

Mayur

બસ અને ટ્રેનના ભીષણ અકસ્માતમાં 20નાં મોત, લોકોને ઓળખવામાં પણ મુશ્કેલી પડી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!