ઈંગ્લેન્ડ પ્રવાસમાં કોરોનાનો ખતરો મંડાઈ રહ્યો છે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પહોંચે પહેલા ભારતીય ટીમના સ્ટાર સ્પીનર રવિચંદ્ર અશ્વિન કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, આ બાદ એવા એહવાલ ચાલી રહ્યા હતા કે, ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન વિરાટ કોહલી પણ કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો હતો પણ હવે તે ફિટ છે.

કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી માલદીવથી રજાઓ પર આવ્યા બાદ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ત્યાં સુધીમાં વિરાટ કોહલી ફિટ થઈ ગયો હતો. આવી સ્થિતિમાં તે ટીમની સાથે ઈંગ્લેન્ડ પહોંચી ગયો હતો.
BCCI તરફથી જવાબ
આ અહેવાલો પર કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. પરંતુ હવે બીસીસીઆઈના ટ્રેઝરર અરુણ ધૂમલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. વિરાટ કોહલીના કોરોના પોઝિટિવ હોવાના મામલે અરુણ ધૂમલે કહ્યું કે તે મારી જાણકારીમાં નથી, તે સંપૂર્ણ રીતે ફિટ અને સ્વસ્થ છે. તાજેતરમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે BCCIએ ટીમ ઈન્ડિયાને ચેતવણી આપી છે. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓની તસવીરો ફરતી થઈ હતી, જેમાં તેઓ ફેન્સ સાથે તસવીરો ક્લિક કરી રહ્યા હતા.
READ ALSO
- નવું નજરાણું / રૈયાલીમાં માણી શકાશે જુરાસિક યુગનો રોમાંચ, અત્યાધુનિક ટેક્નોલોજીની મદદથી જીવંત થશે ડાયનોસોર
- વડાપ્રધાન મોદીએ જર્મનીમાં કટોકટીનો કર્યો ઉલ્લેખ, કહ્યું – એ સમયગાળો કાળા ડાઘ સમાન
- નફીસા આપઘાત કેસ / પ્રેમી રમીઝની પોલીસે કરી ધરપકડ, આરોપી પર આપઘાત માટે ઉશ્કેરવાનો આરોપ
- મહારાષ્ટ્ર / બળવાખોર ધારાસભ્યોની સુપ્રીમ કોર્ટમાં અરજી : અમારા જીવને જોખમ, રોજ મળી રહી છે ધમકીઓ
- સ્માર્ટ સિટીની સ્માર્ટ પહેલ / હવે વોટ્સએપ દ્વારા કોર્પોરેશનને કરો ફરિયાદ, AMCએ નંબર કર્યો જાહેર