GSTV

Ind vs Eng: KL Rahul ને મોટો ઝટકો, ICC એ આપી આ સજા

Last Updated on September 5, 2021 by Vishvesh Dave

ટીમ ઈન્ડિયાના ઓપનર કે એલ રાહુલને ઓવલ ખાતે ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચમાં અમ્પાયરના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવી મોંઘી પડી છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ તેને મેચ ફીના 15 ટકા દંડ ફટકાર્યો છે.

England vs India, 4th Test: KL Rahul Fined For "Showing Dissent" At Umpires Decision

રાહુલને ખેલાડીઓ અને ખેલાડીઓના સહાયક કર્મચારીઓ સાથે સંબંધિત આઈસીસી આચારસંહિતાની કલમ 2.8 નું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આઈસીસીએ એક નિવેદન જારી કરતા કહ્યું કે, ‘વધુમાં, રાહુલના શિસ્તના રેકોર્ડમાં’ ડિમેરિટ ‘પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. છેલ્લા 24 મહિનામાં રાહુલની આ પહેલી ભૂલ છે.

આ ઘટના મેચના ત્રીજા દિવસે ભારતના બીજા દાવની 34 મી ઓવરમાં બની હતી. કેચ આઉટ આપ્યા બાદ રાહુલ અમ્પાયરના નિર્ણયથી નાખુશ દેખાયા હતા.

રાહુલે આ દંડ સ્વીકાર્યો છે અને આ મામલે કોઈ ઓપચારિક સુનાવણી થશે નહીં. તમને જણાવી દઈએ કે ઈંગ્લેન્ડના દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસનનો બોલ રાહુલના બેટની ધાર લઈને વિકેટકીપર જોની બેયરસ્ટોના હાથમાં ગયો હતો.

રાહુલને ઓન-ફિલ્ડ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો, ત્યારબાદ ઇંગ્લેન્ડે રિવ્યુ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ રાહુલના બેટ સાથે અથડાયો હતો, પરંતુ ભારતીય ઓપનર આ નિર્ણયથી નાખુશ હતો. રાહુલે બીજા દાવમાં 46 રન બનાવ્યા હતા.

તેણે રોહિત શર્મા સાથે મળીને ટીમ ઈન્ડિયાને બીજા દાવમાં મજબૂત શરૂઆત અપાવી હતી. રાહુલ અને રોહિતે પ્રથમ વિકેટ માટે 83 રનની ભાગીદારી કરી હતી. એન્ડરસને 34 મી ઇનિંગમાં આ ભાગીદારી તોડી હતી. રાહુલે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ALSO READ

Related posts

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!