GSTV

Ind Vs Ban Final: બાંગ્લાદેશ બન્યુ અંડર-19 વર્લ્ડ કપ ચેમ્પિયન, ફાઈનલમાં ભારતને 3 વિકેટે હરાવ્યું

વરસાદ થવાના કારણે ભારત અને બાંગ્લાદેશની મેચ રોકવામાં આવી છે. મેદાનમાં કવર લગાવવામાં આવ્યા છે. ડકવર્થ લુઈસના નિયમ મુજબ બાંગ્લાદેશ 16 રનથી આગળ અને હવે જો મેચ ન રમાય તો પણ તે આ મેચ જીતી જશે.બાંગ્લાદેશે અંડર-19, 2020 વર્લ્ડ કપ જીતી લીધો છે. રવિવારે થયેલી ફાઈનલ મેચમાં ભારતને ત્રણ વિકેટે હરાવ્યા છે. બાંગ્લાદેશ પહેલી વાર અંડર-19 વર્લ્ડ કપ પર કબ્જો જમાવ્યો છે. આ બાંગ્લાદેશ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ઘટના છે.

ભારતે આપેલા 178 રનના ટાર્ગેટની સામે બાંગ્લાદેશની સારી શરૂઆત થઈ હતી ,જો કે રવિ બિશ્નોઈએ ચાર વિકેટ લઈ બાંગ્લાદેશની કમર તોડી નાખી છે. બાંગ્લાદેશની ટીમે 20 ઓવરમાં 4 વિકેટે 85 રન બનાવ્યા હતા. હાલમાં જોઈએ તો, ભારત અને બાંગ્લાદેશ વિરુદ્ધ આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલ રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટીંગ કરવા આમંત્રણ આપ્યું હતું. પ્રથમ બેટીંગ કરતા ટીમ ઈન્ડિયાએ 47.2 ઓવરમાં 177 રન બનાવી ઓલ આઉટ થયું છે. ભારત તરફથી સૌથી વધુ યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 88 રન ફટકાર્યા હતા. જયસ્વાલ ઉપરાંત કોઈ અન્ય ખેલાડી તેની સાથે ટકી શક્યા નહોતા.

ભારતીય ટીમનું નિરાશાજનક પ્રદર્શન

48 ઓવરમાં સુશાંત મિશ્રાના વિકેટ ખોઈ દીધી. ભારતીય ટીમ 47.2 ઓવરમાં 177 રન જ બનાવી શકી. સુશાંતનો કેચ શરીફુલે પકડ્યો. અવિષેક દાસે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી, જ્યાકે શરીફુલ ઈસ્લામ અને તંઝીમ હસને બે-બે વિકેટ લીધી હતી.

ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલ મેચ રવિવારે (9 ફેબ્રુઆરી)નાં રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને ભારતીય ટીમને બેટીંગ કરવા આમંત્રણ આપ્યું છે.ભારતીય ટીમ કેપ્ટન પ્રિયમ ગર્ગની નેતૃત્વ હેઠળમાં ચિર હરીફ પાકિસ્તાનને 10 વિકેટથી હરાવીને ફાઈનલમાં પહોંચી છે. જ્યારે બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને છ વિકેટથી હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી છે.

READ ALSO

Related posts

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

IPL 2020/ મનીષ પાંડેની ધમાકેદાર ઈનિંગ્સે હૈદરાબાદને પહોંચાડ્યું નં. 5 પર, RRને 8 વિકેટે હરાવ્યું

Pravin Makwana

વિમેન્સ આઇપીએલમાં રમવા માટે ભારતની મહિલા ક્રિકેટર દુબઈ પહોંચી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!