GSTV
Home » News » IND vs BAN : પિન્ક ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ 106 રન પર ઓલઆઉટ, બોલર્સનું ધમાકેદાર પ્રદર્શન

IND vs BAN : પિન્ક ટેસ્ટમાં બાંગ્લાદેશની ટીમ 106 રન પર ઓલઆઉટ, બોલર્સનું ધમાકેદાર પ્રદર્શન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાનાં ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં એતિહાસિક ડે નાઈટ ટેસ્ટ મેચ રમવામાં આવી રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરી બાંગ્લાદેશની ટીમે પોતાની પ્રથમ ઈનિંગમાં ફક્ત 106 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ત્યારે તેના જવાબમાં ઉતરી ટીમ ઈન્ડિયાએ પ્રથમ ઈનિગમાં એક વિકેટ ખોઈને 35 રન બનાવ્યા છે.

ભારતીય બોલરોએ ગુલાબી દડાથી શાનદાર પ્રદર્શન કર્યું અને બાંગ્લાદેશની ટીમને પ્રથમ દાવમાં 30.3 ઓવરમાં 106 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા. બાંગ્લાદેશ તરફથી શાદમાન ઇસ્લામે સૌથી વધુ 29 રન બનાવ્યા જ્યારે લિટન દાસે (રિટાયર હાર્ટ) 24 રન જોડ્યા હતા. જ્યારે મહેમાન ટીમના ફક્ત ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા.

દાસની જગ્યાએ મેહદી હસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેણે આઠ રન બનાવ્યા હતા. ભારત તરફથી ઇશાંત શર્માએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી. ઉમેશ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે મોહમ્મદ સામીને બે સફળતા મળી હતી. ઇશાંતે 2007 પછી પહેલી વાર ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી છે. પ્રથમ વખત ગુલાબી બોલથી રમતા બાંગ્લાદેશી બેટ્સમેન ઓવર સ્વિંગની સામે ચાલી શક્યા નહીં. ઇશાંત શર્માએ 15 ના કુલ સ્કોર પર ઇમુરૂલ કાસ (4) ને એલબીડબ્લ્યુ કર્યો હતો. બે રન બાદ સુકાની મોમિનુલ હક રોહિત શર્માને શ્રેષ્ઠ રીતે કેચ આપીને ઉમેશ યાદવના સ્વીંગ બોલને કેચ આપ્યો હતો.

બાંગ્લાદેશે જીત્યો ટોસ

બાંગ્લા દેશનાં કેપ્ટન મોમિનુલ હકે ટોસ જીતીને પ્રથમ બેટીંદ કરવાનો નિર્ણય કર્યો અને ભારતને પર્થમ બોલિંગ આપી હતી. આ બન્ને ટીમોનો પહેલો ડે નાઈટ ટેસ્ટ છે. ભારતે આ મેચમાં કોઈ બદલાવનથી કર્યો જ્યારે બાંગ્લાદેશે બે બદલાવ કર્યો છે.

બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી ગ્રાઉન્ડ પર પહોંચી હતી. બન્ને ટીમોનાં કેપ્ટનો એ પોતાના પ્લેયર્સનો તેમની સાથે પરિચય કરાવ્યો હતો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રમાં સત્તા ન મળતાં ભાજપના નેતાઓમાં ડખ્ખા થયા શરૂ, ફડણવીસ સામે મંડાયો મોરચો

Karan

ક્રિકેટની સૌથી ચર્ચિત મહિલા એન્કરનાં આશિકો થયા નિરાશ, આ હોટ અને સેક્સી ચહેરાએ કરી લીધા લગ્ન

Bansari

રમત સાહિત્ય મહોત્સવનાં ભાગ બનશે દેશનાં આ દિગ્ગજ ખેલાડીઓ, જાણો કોણ હશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!