GSTV

IND vs AUS: કોહલીએ સ્વીકાર્યું: ઓસ્ટ્રેલિયાએ અમને સંપૂર્ણ રીતે ધોઈ નાખ્યા, જાણો કોના માથે ઢોળ્યો દોષનો ટોપલો

ભારતીય કપ્તાન વિરાટ કોહલીને તે સ્વીકારવામાં કોઈ સમસ્યા નથી કે બીજી વનડે મેચમાં આત્મવિશ્વાસથી ભરેલા ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને ખરાબ રીતે પછાડી હાર આપી છે અને તેના માટે પોતાની ટીમના ફોર્મ વગરના બોલર્સને જવાબદાર ઠેરવ્યા છે.

ભારતને રવિવારે બીજી વનડે મેચમાં 5 રને હારનો સામનો કરવો પડ્યો છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સિરીઝમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમને પહેલા મેચમાં 66 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

કોહલીએ મેચ બાદ કહ્યું હતું કે, તેમણે અમને સંપૂર્ણ રીતે પછાડી દીધા છે, મને લાગે છે અમે બોલિંગ થી પ્રભાવ નથી બનાવી શક્યા. અમે સતત એ લાઈન અને લેન્થથી બોલિંગ ન કરી શક્યા જે રીતે કરવી જોઈતી હતી. અને તેમની બોલિંગ ક્રમ ઘણો સારો હતો. તેઓ પરિસ્થિતિ અને ગ્રાઉન્ડ કોર્નર્સ ને સારી રીતે સમજતા હતા.

ઓસ્ટ્રેલિયાના 390 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ  કોહલી (89) અને કેએલ રાહુલ (79)ના અર્ધ શતક છતાં 9 વિકેટ પર 338 રન જ બનાવી શકી હતી.

ભારતીય કપ્તાને જણાવ્યું કે, સ્કોર બોર્ડ જુઓ, અમે 340 (338) રન બનાવ્યા અને 50 (51) રનની આસપાસથી હાર્યા. અમને પહેલેથી જ ખબર હતી કે રન ચેઝ કરવા સરળ નહિ હોય અને એક અને 2 વિકેટ પડતા અમે 13, 16 રન પ્રતિ ઓવરની ઝડપે રન બનાવવા પડી શકે છે. એટલે અમારે સતત લોન્ગ શોટ્સ મારવાના હતા.

કોહલીએ જણાવ્યું કે ઓસ્ટ્રેલિયન ફિલ્ડરર્સે તેમનો અને શ્રેયાંસ ઐયર (38)નો જે કેચ પકડ્યો તે મેચનો ટ્રેનિંગ પોઇન્ટ હતો. તેમણે જણાવ્યું કે હું અને ર્હુત વાત કરી રહ્યા હતા કે જો અમે 40-41 ઓવર સુધી રમ્યા હોત તો આખરી 10 ઓવરમાં 100 રન પણ બનાવવા પડત તો હાર્દિક પંડ્યાના આવતા અમે રન ચેઝ કરી શકીયે. આ અમારી રણનીતિ હતી. પરંતુ જે બે કેચ પકડાયા તેણે ગેમ બદલી નાખી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

VIDEO: શું તમે ક્યારેય પક્ષીઓને બાસ્કેટબોલ રમતા જોયા છે, આજે અમે આપને બતાવીશું આ મજેદાર રમત

Pravin Makwana

સ્થાનિક ચૂંટણી પહેલા ભરૂચની જનતા આકરા પાણીએ, મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારી

Pritesh Mehta

વેજ અને નોનવેજ અંગે તો બધા જાણે છે, પરંતુ શું છે વેગન ડાયેટ જેમાં દૂધ-દહીં પણ નથી ખાતા લોકો?

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!