GSTV
Home » News » Video: ફરી એકવાર આમને-સામને આવી ગયા વિરાટ કોહલી અને ટીમ પેન, પછી થઇ જોવા જેવી

Video: ફરી એકવાર આમને-સામને આવી ગયા વિરાટ કોહલી અને ટીમ પેન, પછી થઇ જોવા જેવી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન સોમવારે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટના ચોથા દિવસે મેદાન પર શાબ્દિક જંગમાં ઉતરતાં જોવા મળ્યાં. જે બાદ મેદાની એમ્પાયર ક્રિસ ગફાનેએ બંને ખેલાડીઓને સવારના સત્રમાં ચેતવણી આપી હતી.

જસપ્રીત બુમરાહની ઇનિંગની 71મી ઓવર દરમિયાન બંને કેપ્ટન એકબીજાને કંઇક કહેતા જોવા મળ્યા. કોહલી તે સમયે ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તે બાદ એમ્પાયર ગફાને વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો.

પેને કહોલીને કહ્યું કે, તું તે વ્યક્તિ છે જે ગઇકાલે હારી ગયો હતો. તુ આજે શાંત રહેવાનો પ્રયાસ કેમ કરી રહ્યો છે. ગફાને હસ્તક્ષેપ કરતાં કહ્યું કે, હવે બહુ થઇ ગયું. તેમણે કહ્યું કે, ચાલો હવે રમો. તમે કેપ્ટન છો. પેને જવાબ આપ્યો કે, અમે ફક્ત વાત કરી રહ્યાં છીએ કોઇ અપશબ્દ નથી કહી રહ્યા…વિરાટ પોતાનીજાતને શાંત રાખ. કોહલીએ તેના જવાબમાં શું કહ્યું તે માઇક્રોફોનમાં સાંભળી શકાયું નથી.

થોડા સમય બાદ તેઓ ફરી એકવાર એકબીજાની એકદમ સામસામે આવી ગયાં હતા. જ્યારે પેન રન પૂરો કરી રહ્યો હતો ત્યારે કોહલી તેની સામે આવી ગયો.

કોહલીએ તે બાદ સ્ક્વેર લેગ અમ્પાયર કુમાર ધર્મસેના સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પૂર્વ બોલર ડેમિયન ફ્લેમિંગને રેડિયો પર કહ્યું કે, મને લાગે છે કે આ સંકેત છે કે કોહલીએ પોતાની ધીરજ ગુમાવી છે.

ભારતીય કમેન્ટેટર સંજય માંજરેકર પણ કોહલીની વર્તણૂકથી ખુશ ન હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને માઇકલ ક્લાર્કે કહ્યું કે બંને કેપ્ટનો વચ્ચે શબ્દના આદાન પ્રદાનથી તેમને કોઇ વાંધો નથી અને હજુ સુધી તેમણે કોઇ મર્યાદા વટાવી નથી.

Read Also

Related posts

વિશ્વના આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન, જાણશો રહી જશો દંગ!

Path Shah

ટ્રમ્પના વહીવટી તંત્રે કર્યો આ નિર્ણય, ભારતીયોને કરશે વધુ અસર…

Path Shah

WC-2019 AUS VS BAN: ઓસ્ટ્રેલિયાને મેચમાં લડત આપીને હાર્યું બાંગ્લાદેશ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!