GSTV
Home » News » ઓસી. સામે રમનાર T-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ઓસી. સામે રમનાર T-20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

ઓસ્ટ્રેલિયા સામે સાત ઓક્ટોબરથી શરૂ થઇ રહેલી ત્રણ મેચની ટ્વેન્ટી-20 સિરીઝ માટે ભારતીય ટીમના 15 સભ્યોની ટીમના જાહેરાત કરવામાં આવી છે. ટીમમાં ડાબા હાથના ઝડપી બોલર આશિષ નહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે સ્પિનર રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિનોન ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી.

પસંદગીકારોએ અજિંક્ય રહાણેને પણ ટીમની બહાર રાખ્યો છે. શિખર ધવને બીમાર પત્નીને કારણે વન ડે સિરીઝની બહાર રહ્યાં બાદ ટ્વેન્ટી-20 સિરીઝમાં વાપસી કરી છે. ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીને પણ ટીમમાં સ્થાન મળ્યું નથી. અનુભવી વિકેટકીપર દિનેશ કર્તિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટ્વેન્ટી-20 મેચ રાંચીમાં સાત ઓક્ટોબરે રમાશે. બીજી ટ્વેન્ટી-20 મેચ ગુવાહાટીમાં 10 ઓક્ટોબરે અને ત્રીજી ટ્વેન્ટી-20 મેચ 13 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે.

ટીમ આ પ્રમાણે છે: વિરાટ કોહલી(કપ્તાન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, મનિષ પાંડે, મહેન્દ્રસિંહ ધોની, યજૂવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બૂમરાહ, આશિષ નહેરા, દિનેશ કાર્તિક અને અક્ષર પટલ.

Related posts

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ બુધવારે અંતરિક્ષના ક્ષેત્રમાં રચશે નવો ઈતિહાસ

pratik shah

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

Nilesh Jethva

Whatsappના આ યુઝર્સ પાસે ફક્ત 31 ડિસેમ્બર સુધીનો જ સમય, હવે આ કારણે નહી કરી શકે ચૅટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!