ધોનીના ‘ફિનિશિંગ ટચ’ના ચાહક બન્યા ઈયાન ચેપલ, વન-ડે ફોર્મેટના સર્વશ્રેષ્ઠ ફિનિશર

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના ‘ફિનિશિંગ ટચ’ અંગે ટીકાકારોએ છેલ્લા થોડા સમયમાં કેટલાંક સવાલ ઉઠાવ્યા છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન ઈયાન ચેપલ હજી પણ વિશ્વ કપના વિજેતા પૂર્વ કેપ્ટનને 50 ઓવરના ફોર્મેટમાં ‘સર્વશ્રેષ્ઠ ફિનિશર’ માને છે. ધોની હાલમાં ઓસ્ટ્રેલિયાની સામે તેમની વિજયી ઈનિંગ માટે ‘મેન ઑફ ધ સીરીઝ’ તરીકે પસંદ કરાયા છે. જેનાથી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયામાં પહેલી દ્વીપક્ષીય વન-ડે સીરીઝ પોતાના નામે કરી છે. ચેપલે પૂર્વ ભારતીય કેપ્ટનની સૂઝબૂઝ અને આટલા લાંબા સમય સુધી રમત રમવાની ભાવનાને સલામ કરી છે.

ચેપલે ઈએસપીએનક્રિકઈન્ફોમાં પોતાની કૉલમમાં લખ્યું, ‘કોઈની પણ પાસે ધોનીની જેમ મેચને ફિનિશ કરીને જીત અપાવવાની સૂઝબૂઝ નથી.’ અમૂક વખત મેં વિચાર્યુ, ‘આ વખતે ધોનીએ થોડો મોડો શૉટ લગાવ્યો.’ પરંતુ થોડા ટાઈમમાં હેરાન થયો કે તેણે બે હેલિકોપ્ટર શૉટ લગાવીને ભારતને રોમાંચક જીત અપાવી દીધી. તેમણે વધુમાં કહ્યું, ‘તેઓ બહારથી જેવા શાંતિપૂર્ણ સ્વભાવના છે, તે કોઈ ભ્રમ નથી, કારણકે આવી સ્થિતિમાં તેઓ પોતાને જે રીતે બદલે છે, તે આ વાતનુ પ્રમાણ છે કે તેમનુ મગજ આવી વિષમભરી સ્થિતિમાં સારી રીતે પોતાના કામને પરિપૂર્ણ કરે છે.’

માઇકલ બેવનને રમતના મહાન ફિનિશર્સમાંથી એક માનવામાં આવે છે, તેમની તુલના કરીને ચેપલે કહ્યું કે ધોનીએ ઓસ્ટ્રેલિયાના છઠ્ઠા નંબરના આ બેટ્સમેનને પાછળ ધકેલી દીધા છે. તેમણે લખ્યું, ‘બેવન મેચની સમાપ્તિ સુધી ચોક્કા ફટકારતા હતા, પરંતુ ધોની છગ્ગા ફટકારે છે. જ્યાં સુધી વિકેટની વચ્ચે દોડીને રન લેવાની જરૂર છે, તો તમે નિશ્ચિત રીતે બેવનને સૌથી પહેલા માનશો, પરંતુ 37 વર્ષની ઉંમરમાં પણ ધોની રમતમાં સૌથી ઝડપી રન બનાવનારા ખેલાડીઓમાં સામેલ છે.’

ચેપલે વધુમાં કહ્યું, ‘બેટ્સમેનમાં સુધારની મંજૂરી આપવા અને ટી-20 ક્રિકેટમાં રમતના ફાયદાથી, આંકડાના હિસાબથી ધોની બેવનથી પરફેક્ટ છે. જેમાં કોઈ ચર્ચા કરી શકાય નહીં કે ધોની સર્વશ્રેષ્ઠ વન-ડે ફિનિશર છે.’ છેલ્લા થોડા સમયમાં ટીકાકારોએ ધોનીની ધીમી ઈનિંગની ટીકા કરી હતી, પરંતુ આ ખેલાડીએ એડીલેડમાં ગગનચુંબી છક્કો લગાવીને બધાના મોંઢા સીવી દીધા.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter