કોહલી સામે અત્યારથી જ થથરી રહ્યાં છે કાંગારૂઓ, ઓસ્ટ્રેલિયા માટે વિરાટ સૌથી મોટી મુશ્કેલી

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 24 ફેબ્રુઆરીથી સિમિત ઓવરોની ક્રિકેટ સીરીઝ શરૂ થવા જઇ રહી છે તેવામાં ઓસ્ટ્રેલિયાના એક દિગ્ગજે વિરાટ  કોહલીને લઇને મોટુ નિવેદન આપ્યું છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ ઓપનર મેથ્યુ હેડનનું માનવું છે કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જે ફોર્મમાં છે, તે ઓસ્ટ્રેલિયાના બોલર્સ માટે મોટી મુશ્કેલી ઉભી કરશે.

હેડને જણાવ્યું કે વિરાટ સામે બોલીંગ કરવા યુવા જૉય રિચર્ડસન માટે પણ સરળ નહી હોય. હેડને કહ્યું કે, ઓસ્ટ્રેલિયા ગત સીરીઝમાં વિરાટે રિચર્ડસન માટે મુશ્કેલી ઉભી કરી હતી.

હેડને જણાવ્યુ કે રિચર્ડસને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ અને વિરાટને 3 વાર આઉટ કર્યો. મને લાગે છે કે તેની પાસે ભારતમાં રમવાનો ખાસ અનુભવ નથી. તેથી મારુ માનવું છે કે વિરાટ આ વખતે ઉપર રહેશે.

ભારતની યજમાનીમાં ઓસ્ટ્રેલિયાએ 2 ટી-20 ઇન્ટરનેશનલ મેચ અને 5 વન ડે રમવાની છે. હેડને ભારતીય ઓપનર રોહિત શર્મા અને લેફ્ટ આર્મ પેસર જેસન બેહરેનડોર્ફ વચ્ચેના મુકાબલા પર કહ્યું કે, 28 વર્ષીય જેસન ઉંચા કદનો પેસર છે અને વિકેટ પર બોલીંગ કરે છે. તેણે કહ્યું કે વન ડેમાં તે પડકારશે પરંતુ રોહિત પણ શાનદાર ફોર્મમાં છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter