GSTV
Cricket Sports Trending

IND vs AUS: નાગપુર T20 માટે પ્લેઇંગ XI બદલાશે? ગુજરાતનો આ પેસર બોલર ટીમમાં વાપસી કરવા તૈયાર!

ટીમ

ભારતીય ટીમ હવે કરો યા મરો મેચમા શુકવારે ઓસ્ટ્રેલીયા સામે ટકરાશે. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઇન્ડીયાને પ્રથમ ટી – 20 મેચમા હારનો સામનો કરવો પડયો હતો. જેના કારણે તે સીરીઝમાં 0-1 થી પાછળ છે આવી સ્થિતિમા નાગપુરમા મેચ આગામી મેચ ખુબ જ મહત્વપુર્ણ છે. એવુ પણ માનવામા આવે છે કે કેપ્ટન રોહીત શર્મા અને ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર પર વિચાર કરી શકે છે.

માહોલીમાં રમાયેલી સીરીઝની પ્રથમ ટી – 20 મેચમાં ભારતીય ટીમના બોલરો ખુબ જ નિરાશ થયા હતા. ભારતે તે મેચમાં 6 વિકેટે 208 રન બનાવ્યા હતા, જેમાં હાર્દિક પંડ્યાની 71 રનની તોફાની ઇનિંગ અને ઓપનર કે એલ રાહુલની અડધી સદીનો આધાર હતો, પરંતુ બોલરો લક્ષ્યનો બચાવ કરી શકયા ન હતા. ઓસ્ટ્રેલિયાએ ચાર બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. અક્ષર પટેલે ત્રણ અને પેસર બોલર ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. . અનુભવી ઝડપી બોલરો ભુવનેશ્નર કુમાર ઘણો મોંઘો હતો અને તેણે 52 રન આપ્યા હતા. આ સાથે જ હર્ષલ પટેલે પણ 49 રન આપ્યા હતા અને કોઈ સફળતા મેળવી શક્યો નહોતો.

ટીમ

બુમરાહ કરી શકે છે વાપસી

ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાતનું પ્રતિનગધિત્વ કરતો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ મેચ ફીટ હોવાનું કહેવાય છે અને જો એમ હોય તો તે ચોકકસપણે ટીમમાં વાપસી કરશે. તે છેલ્લી મેચમાંથી બહાર થઇ ગયો હતો. પીઠની ઇજાને કારણે તે એશીયા કપ – 2022નો ભાગ પણ બની શકયો નહોતો. 28 વર્ષિય બુમરાહે તેની છેલ્લી મેચ આ વર્ષ 14 જુલાઇ રમી હતી. ત્યાર પછી તેણે લોર્ડસના મેદાનમાં ઇંગ્લેન્ડ સામે વનડે મેચ રમી હતી.

છેલ્લી મેચમાં ફાસ્ટ બોલર તરીકે હર્ષલ પટેલ, ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારને ટીમમાં તક આપવામાં આવી હતી. ક્રિકબઝના એક અહેવાલ મુજબ, બુમરાહ હવે તેની પીઠની ઇજામાંથી પર્યાપ્ત રીતે સાજો થઇ ગયો છે. આ કારણે તે છેલ્લા બે મહિનાથી મેદાનની બહાર હતો. અનુસાર, પ્રથમ મેચ ન રમવાનું એકમાત્ર કારણ એ હતું કે ટીમ મેનેજમેન્ટ તેને ઇજામાંથી પરત ફર્યા બાદ તરત જ એકશનમાં લાવવા માગતું ન હતું. હવે તેને નાગપુરમાં શુક્રવારે ( 23 સ્પટેમ્બર ) રમાનારી બીજી ટી – 20 ઇન્ટરનેશલ માટે પ્લેઇંગ ઇલેવનમાં કરવામાં આવશે.

ટીમ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ના સુત્રોએ જણાવ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ તેની ( બુમરાહ ) સાથે ઉતાવળ કરવા માંગતું ન હતું અને આ જ કારણ છે કે તે મોહાલીની મેચમાં નહોતો રમ્યો. તે નેટસમાં ખુબ સારી બોલીંગ કરી રહયો છે અને મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. નાગપુર ઝડપી બોલર ઉમેશ યાદવનું હોમ ગ્રાઉન્ડ છે પરંતુ તેની જગ્યાએ બુમરાહને તક આપવામાં આવી શકે છે.

નાગપુર T20 માટે પ્લેઇંગ XI

રોહીત શર્મા ( કપ્તાન ) કેએલ રાહુલ, વિરાટ કોહલી, સુર્યા કુમાર યાદવ, હાર્દીક પંડયા, દિનેશ કાર્તીક ( વિકેટકિપર ), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, હર્ષદ પટેલ, ભુવનેશ્વર કુમાર અને જસપ્રિત બુમરાહ.

Read Also

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV